શ્રાવણનો પહેલો દિવસ અને શ્રાવણના પ્રથમ સોમવારે નડિયાદમાં આવેલ કાકરખાડની બારી ડાયલક્ષ્મી લાઇબ્રેરીની બાજુમાં આવેલ હાટકેશ્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શ્રાવણ પર્વ નિમિત્તે શંકર ભગવાનના શિવલિંગને ફૂલોના સરસ શણગારથી ભોળાનાથને શણગારવામાં આવ્યા હતા તથા ભક્તો દ્વારા ભોળાનાથને સફરજનનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આજના દિવસે શહેરના શિવાલયોમાં ભક્તો ઊમટ્યાં હતા અને વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આ કાર્યક્રમમાં ભોળાનાથની આરતી કરીને ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય ની ધૂન બોલાવીને ભક્તિમય બન્યા હતા.