અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા અનામતની જોગવાઈ વિરૂદ્ધના નિવેદનથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને રાષ્ટ્રનોવિભાજનકારી એજન્ડા લોકો સામે આવી ગયો છે.
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં સંતરામ રોડ પર બાબા સાહેબડો.આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વિભાજન કારી માનસિકતા સામે સૂત્રોચ્ચાર કર્યો હતો.આ કાર્યક્રમના પ્રદેશ ભાજપના પ્રતિનિધિ,જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત સંગઠન અને વિવિધ મંડલના હોદ્દેદારો,કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યો હતો.જેમાં દેશના બંધારણની જોગવાઈ મુજબ જે તે લાભાર્થી વર્ગને અનામતનો લાભ મળે છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના વિરોધમાં વિદેશની ધરતી પર નિવેદન કરી કોંગ્રેસનીઅનામત વિરોધી માનસિકતા છતી કરી હોવાનો સુર વ્યકત થયો હતો.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,ભારતના બંધારણના નિર્માતાડો.બાબાસાહેબ દ્વારા સમાજના પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે.જેનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરોધ કરે છે.જેની સામે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા અને વિરોધ કાર્યક્રમો યોજાયા છે.જેના પગલે ખેડા જિલ્લા ભાજપ પણ કોંગ્રેસની વિભાજનકારી રિતીનીતિનો વિરોધ કરે છે.જેના ભાગ રૂપે ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડલ કાર્યકરો સહિતના સહુ કોઈ આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ અનામત અંગે કોંગ્રેસની વિરોધી અને વિભાજન કારી માનસિકતા સામે વિરોધ વ્યકત કર્યો હતો.