ફોર્બ્સે ઇન્ડિયા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતની મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ 92 અબજ ડૉલર છે. દરમિયાન ગૌતમ અદાણી 68 અબજ ડૉલરની સંપત્તિ સાથે ભારતની યાદીમાં બીજા ક્રમે છે. ફોર્બ્સ અનુસાર, આ તમામ 100 લોકોની સંયુક્ત સંપત્તિ 799 ડોલર બિલિયન છે. ગયા વર્ષે અદાણીએ આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ યાદીમાં પણ પ્રથમ નંબર પર મુકેશ અંબાણી
તાજેતરમાં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ યાદીમાં પણ મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મુકેશ અંબાણીની સંપત્તિ દર વર્ષે ચાર ગણી વધી છે. 2014માં અંબાણીની સંપત્તિ 1,65,100 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને લગભગ 8,08,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
અદાણી પર દેખાઈ હિંડેનબર્ગ ઈફેક્ટ
આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રુપ પર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના નેગેટિવ રિપોર્ટ બાદ શેરબજારમાં અદાણીની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને આ જ કારણ છે કે ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. જોકે હવે અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે, પરંતુ તેમની કુલ સંપત્તિ ઘટીને 68 બિલિયન ડોલર થઈ ગઈ છે.