પૂર્વ કેન્દ્રીય અને રાજ્યમંત્રી બબનરાવ ઢાકણેનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા. તેમને ન્યુમોનિયા થયાનો દાવો કરાયો હતો અને છેલ્લાં ઘણાં સમયથી તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. આ માહિતી તેમના સહયોગી અને પરિજનોએ આપી હતી. ઢાકણેના પરિવારમાં એક યુવાન દીકરો અને તેની વહુ છે. આ બંને સ્વતંત્ર રાજનેતા છે.
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકારમાં રહ્યા હતા મંત્રી
તેઓ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય ઊર્જા સંસાધન રાજ્યમંત્રી પદે રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાં પણ અનેક મંત્રાલયો સંભાળી ચૂક્યા હતા. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અને ડેપ્યુટી સ્પીકર પદે પણ રહી ચૂક્યા હતા.