સુપર રાફેલ સ્ટેલ્થ ટેકનિકથી સજ્જ હશે અને તેની સાથે ફાઈટર ડ્રોનને પણ જોડી શકાશે. વિમાન સેલ્ફ ડિફેન્સ સિસ્ટમની સાથે સાથે જોઈન્ડ જામિંગ રડારથી પણ સજ્જ હશે અને યુધ્ધના મેદાનમાં દુશ્મન વિમાનથી બચવા માટે પોતાની આસપાસ સંરક્ષણાત્મક દિવાલ બનાવવાની ક્ષમતા ધરાવતુ હશે.
હાલમાં અમેરિકા પોતાનુ એફ-35 વિમાન ઘણા મિત્ર દેશોને વેચી રહ્યુ છે ત્યારે અન્ય કોઈ દેશ પાસે આ પ્રકારનુ વિમાન નથી અને ફ્રાન્સે હવે રાફેલ એફ-5 નામથી નવુ વિમાન બનાવવાનુ શરુ કર્યુ છે. આ પ્રોજેક્ટ 2024થી 2030 દરમિયાન હાથ ધરાશે.ફ્રાન્સની સેનાએ સરકારને આ પ્રોગ્રામની જાણકારી આપવા માટે તાજેતરમાં એક પ્રેઝન્ટેશન પણ કર્યુ હતુ.
ફ્રાંસની સેનાને આશા છે કે, એફ-35 કરતા પણ વધારે સારુ વિમાન દેશમાં બની શકે છે. હાલમાં ફ્રાંસની સેના રાફેલ એફ-3 આર પ્રકારનુ વિમાન ઉપયોગમાં લે છે. જે અગાઉના એફ-3 રાફેલ વિમાનનુ અપગ્રેડ વર્ઝન છે.રાફેલ એફ-3 આરમાં લાંબા અંતર સુધી હવામાં વાર કરી શકે તેવી મિટિઓર મિસાઈલ લગાવી શકાય છે.
નવા સુપર રાફેલમાં ફ્યુચર ક્રુઝ મિસાઈલ અથવા ફ્યુચર એન્ટી શિપ મિસાઈલ લગાવવામાં આવશે.ભવિષ્યની મિસાઈલો હાયપર સોનિક ઝડપે ઉડાન ભરશે અને આ પ્રકારની મિસાઈલોને દુનિયાની કોઈ એર ડિફેન્સ સિસ્ટમ રોકી નહીં શકે