પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલન વિભાગ, ખેડા જિલ્લા પંચાયત તથા કપડવંજ પશુ દવાખાના દ્વારા અંતરિયાળ વિસ્તાર વાત્રક નદી અને માજમ નદીના સંગમ સ્થાને આવેલા પીરોજપુર (લાલ માંડવા) ગામે માલધારી સમાજના તમામ ઊંટોને એક જ સ્થળે ભેગા કરી તમામ કચ્છી,મારવાડી,માલવી ઊંટોને ચકરી, કૃમિ અને ચામડીના રોગો સામે રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૨૦૦ ઊંટોની સારવાર વિનામુલ્યે કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમા તેમણે કઠલાલ પશુ દવાખાનુ, કપડવંજનું ઐતિહાસિક પશુ દવાખાનુ અને નિરમાલી પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રની મુલાકાત લઈ દફતર તપાસણી કરી હતી અને વ્યવસ્થાઓથી માહીતગાર થયા હતાં.
આ પ્રસંગે હાલ ચાલતા પશુ વસ્તી ગણતરી કાર્યક્રમ અંતર્ગત પશુપાલકોના પશુઓની ગણતરીની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, વિભાગીય સયુંકત પશુપાલન નિયામક, અમદાવાદ ડૉ.બહ્મક્ષત્રીય, કપડવંજ પ્રાંત અધિકારીશ્રી, ઝાલા, નાયબ પશુપાલન નિયામક, ડૉ. ડી.એલ.મનાત, ડૉ. એમ.એલ.રબારી, ડૉ. બી.એમ.સોલંકી, તથા પશુધન નિરીક્ષકશ્રીઓ તથા તમામ પશુપાલન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.