Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂંક, ડેપ્યુટી કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે  મિરાંત પરીખની નિમણૂંક, ડેપ્યુટી કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક

સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. તે અગાઉ નર્મદા પ્રોજેક્ટ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી.જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મનપાની અમલના જાહેરનામુ પ્રસિધ્ધ ટુંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.