click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
Gujarat

ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો

ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યૂલ સરચાર્જ એટલે કે ફ્યૂલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે.

Last updated: 2025/09/02 at 6:37 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નાગરિકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઊર્જામંત્રી કનુ દેસાઈએ 2 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કર્યું કે 1 જુલાઈ, 2025થી વીજળીના તમામ ગ્રાહકો માટે લાગુ પડતા ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલથી હવે ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ₹2.30ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે. આ રાહતના કારણે રાજ્યના લગભગ 1.75 કરોડ વીજ ગ્રાહકોને સીધો લાભ મળશે અને કુલ મળીને આશરે ₹400 કરોડ જેટલો આર્થિક બોજ નાગરિકો પરેથી ઉતરી જશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અગાઉથી પણ લોકોના હિતમાં વીજળીના ચાર્જમાં ઘટાડા કરવાના પગલાં લીધા હતા. જાન્યુઆરી 2024થી ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 50 પૈસા ઓછો કરીને તેને ₹3.35થી ઘટાડી ₹2.85 કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓક્ટોબર 2024થી વધુ રાહત આપતા સરચાર્જમાં ફરી 40 પૈસાનો ઘટાડો કરીને તેને ₹2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો. વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન આ દર ₹2.45 પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો. હવે સરકારના નવા નિર્ણયથી દર વધુ ઘટાડીને ₹2.30 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્યો છે. આ સતત મળતી રહેલી રાહતોને કારણે સામાન્ય ઘરેલુ વપરાશકર્તાઓથી લઈને નાના-મોટા ઉદ્યોગો સુધી સૌને રાહત મળી રહી છે.

ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ ઘટાડાનો નિર્ણય ખૂબ જ વિચારવિમર્શ બાદ કર્યો છે. યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદીનું સંચાલન, સ્થિર વીજ ખરીદીના દર, મજબૂત નાણાકીય વ્યવસ્થાપન, ટેકનિકલ તથા વાણિજ્યિક નુકશાનમાં ઘટાડો અને માળખાકીય સુઘારા જેવા અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. ખાસ કરીને વીજળી કંપનીઓ દ્વારા ઉત્પાદન અને વિતરણમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ તથા દેખરેખની પ્રણાલીને મજબૂત બનાવવાના કારણે વીજળીના વ્યર્થ નુક્સાનમાં ઘટાડો થયો છે, જેનાથી સરકારી ખજાનામાં બચત થઈ છે અને તે બચતનો લાભ સીધો નાગરિકોને આપવાનો સરકારનો પ્રયાસ છે.

સરકારે આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને ઘરેલુ ખર્ચમાં રાહત મળશે, જ્યારે ખેડૂતો માટે કૃષિ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે. સાથે જ ઉદ્યોગકારો માટે ઉત્પાદન ખર્ચ ઘટવાથી તેઓ સ્પર્ધાત્મક બની શકશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓને પણ ગતિ મળશે. આ રીતે સરકારનો આ પગલું માત્ર સામાન્ય જનજીવનને સહેલુ બનાવનાર નથી, પરંતુ રાજ્યના લાંબા ગાળાના આર્થિક વિકાસ અને ઉદ્યોગપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનાર નીતિગત સુધારો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, FPPPA, guajrti news, gujarat, gujarat cm, gujaratinews, Kanubhai Desai, latest news, Narendra Modi, newschannelinindia, oneindianews, topnews, topnewschannelinindia, ઊર્જામંત્રી કનુ દેસાઈ, ગુજરાત, ગુજરાતના વીજ ગ્રાહકો, ફ્યૂલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ, ભૂપેન્દ્ર પટેલ સરકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા
Next Article વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?