ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ અભિગમ અંતર્ગત તેઓ સમયાંતરે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને જિલ્લા કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા રહે છે, જેથી કામગીરીની હકીકત સ્થળ પર જઈને જાણી શકાય. આ જ પ્રયાસના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ગાંધીનગરના સહયોગ સંકુલ ખાતે આવેલી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની જાહેર આરોગ્ય બાંધકામ વિભાગની કચેરીની અચાનક મુલાકાત લીધી હતી.
આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ (WASMO)ની કચેરીની કામગીરી અંગે પણ જાણકારી મેળવી. તેમણે અધિકારીઓને હેલ્પલાઇન પર મળતી ફરિયાદો, તેમનાં નિવારણ માટે કરાતી કાર્યવાહિ, અને ગ્રામીણ વિસ્તારમાંથી આવતી રજૂઆતોના નિવારણ માટે થતી કામગીરી અંગે સીધી પૂછપરછ કરી. સાથે જ, સ્થાનિક પાણી સમિતિઓની કામગીરી અને તેમના માર્ગદર્શન માટે કરાતા પ્રયાસોની સમીક્ષા પણ કરી. અધિકારીઓને જરૂરી સૂચનો આપતા મુખ્યમંત્રીએ નિષ્ઠાપૂર્વક અને સમયસર કામગીરી માટે પ્રોત્સાહિત પણ કર્યા.
ગાંધીનગરમાં કાર્યરત ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીની ઓચિંતી મુલાકાત લઈને કચેરી દ્વારા થઈ રહેલ કામગીરીની વિગતો મેળવી.
આ ઉપરાંત, વાસ્મોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની કામગીરીની વિગતો પણ મેળવી.
કચેરીને… pic.twitter.com/hmvqiVZREZ
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 31, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આવી સહજ અને પ્રો-એક્ટિવ વહીવટી શૈલી રાજ્યના જનહિત કેન્દ્રિત શાસન માટે ઉદાહરણરૂપ છે. તેમણે અગાઉ ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમજ ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલની કચેરીઓમાં પણ આવી સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમનો હેતુ માત્ર ચકાસણી નહીં પરંતુ તંત્રની કાર્યક્ષમતા વધારવો અને નાગરિકો સાથે સંવેદનશીલ વ્યવહાર માટે જવાબદારીની ભાવના ઊભી કરવો છે.
આ ઓચિંતી મુલાકાત વખતે મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ જે રીતે ખાતરના કામકાજની જમીનસ્તર પર જઈને સમીક્ષા કરી, તે અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સંદેશ રૂપ છે કે સરકાર લોકોની હિત માટે જાગૃત અને જવાબદાર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel