અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વીયુએફના પ્રમુખ આરપી પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દિકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આપણી દીકરીઓ ઘરમાં જ લાગણી અને હૂંફ આપો જેથી તેઓ અન્ય સમાજના યુવાનોવિશ્વ ઉમિયાધામ મંદિર પરિષદમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાંથી સંસ્થાના દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના વૈશ્વિક સંગઠનને મજબૂત બનાવવા અને પાટીદાર સહિત તમામ વર્ગના લોકો સુધી સંસ્થાની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો. વિશેષરૂપે અમેરિકાથી પધારેલા NRI મિત્રોએ સંસ્થાની વિવિધપ્રવૃતિઓને વિદેશોમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે દાતાઓને પણ માર્મિક ટકોર કરતા કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનારા દાતાશ્રીઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચૂકવી દેવી જોઈએ.
વધુમાં તેઓએ વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા. વિશ્વ ઉમિયાધામના સંકલ્પને પરિપૂર્ણ કરવા સંગઠનના તમામ કાર્યકર્તાઓએ તમામ કાર્યને પૂરાં કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.
“સાર્થક ચર્ચા” – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ બતાવે છે અધ્યાત્મથી રાષ્ટ્રવાદનો માર્ગ !