જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં એક નવી પહેલ શરૂ કરી છે જે 18 થી 30 વર્ષની વયના 1,000 જેટલા ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવા અને હોલિ ડે મનાવવાની મંજૂરી આપવામાં આવશે. આ પહેલ ઓસ્ટ્રેલિયન વર્કિંગ હોલીડે મેકર પ્રોગ્રામ હેઠળ આવે છે. ભારત 16 સપ્ટેમ્બર, 2024ના રોજ સત્તાવાર રીતે આ કાર્યક્રમમાં જોડાયું છે.
ઓસ્ટ્રેલિયામાં એક વર્ષ માટે રહેવાની છૂટ મળશે
બંને દેશોના સંબંધો મજબૂત થશે
આ પહેલને બંને દેશો વચ્ચેના સામાજિક અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. આ લોકપ્રિય ઓસ્ટ્રેલિયન કાર્યક્રમમાં સામેલ થનારો ભારત 50મો દેશ બન્યો છે. ઑસ્ટ્રેલિયા 1 ઑક્ટોબર, 2024 થી યુવા ભારતીય નાગરિકો માટે વાર્ષિક 1,000 મલ્ટિપલ-એન્ટ્રી વિઝા જાહેર કરશે.
અરજીનો સમયગાળો 1 ઑક્ટોબરથી રહેશે
તમને જણાવી દઈએ કે વર્ક અને હોલિડે વિઝા માટે અરજીનો સમયગાળો 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2024 સુધીનો છે. પસંદગી કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. સફળ અરજદારોને ઑસ્ટ્રેલિયામાં કામ કરવાની છૂટ આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનની વેબસાઈટે જણાવ્યું હતું કે જો અરજદારો અમુક જરૂરિયાતોને પૂરી કરે તો તેઓ કામ અને રજાના વિઝા માટે પણ અરજી કરી શકશે.