ICC દર મહિને પ્રદર્શનના આધારે બેસ્ટ પ્લેયર પસંદ કરે છે. ગિલને સપ્ટેમ્બર મહિનાનો ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ મહિને જોકે ગિલે એક પણ મેચ રમી નથી. ટીમ ઈન્ડિયાને આશા છે કે ગિલ ઝડપથી સાજો થઈ જાય જેથી ભારતની દાવેદારી મજબૂત થઈ શકે.
ખૂબ કરી બેટિંગ
ગિલે સપ્ટેમ્બર મહિનામાં 8 ઈનિંગમાં કુલ 480 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે બે સદી ફટકારી હતી. આ સિવાય ગિલે 3 અડધી સદી ફટકારી હતી. તેમણે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે 121 રનની ઈનિંગ રમી હતી. જે બાદ તેમણે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે 104 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે જ તેમણે મોહાલીમાં 74 રનની ઈનિંગ રમી હતી. એશિયા કપમાં પાકિસ્તાન અને નેપાળ સામે તેમણે અડધી સદી ફટકારી હતી. તેમના આ પ્રદર્શનના દમ પર ભારતને એશિયા કપના ફાઈનલમાં પહોંચવામાં અને જીતવામાં મદદ મળી હતી.
ક્યારે વાપસી કરશે
આશા વ્યક્ત કરાઈ રહી હતી કે ગિલ વર્લ્ડ કપમાં પણ પોતાના ફોર્મને જારી રાખશે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ પહેલા જ તે ડેન્ગ્યૂની ચપેટમાં આવી ગયો. આ કારણે તે પહેલી મેચ રમી શક્યો નહોતો. અફઘાનિસ્તાન સામે પણ તે રમી નહોતો શક્યો. હવે પાકિસ્તાન સામે પણ તેમના રમવા અંગે શંકા છે. ગિલે જોકે ગુરુવારે નેટ પ્રેક્ટિસ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે તે પાકિસ્તાન સામે મેદાન પર ઉતરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં. પાકિસ્તાન સામે જો ગિલ નહીં રમે તો પછી બાંગ્લાદેશ સામે રમવા 19 તારીખે મેદાનમાં ઉતરી શકે છે.
The young India batter was stellar in September ⭐
More as Shubman Gill claims ICC Player of the Month honours 👇https://t.co/cQKOEsc8Jx
— ICC (@ICC) October 13, 2023