ખેડાના નડિયાદ ખાતે ૭૮મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ “ખેડાનું ખમીર” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે “ખમીરવંતુ ખેડા” કોફી ટેબલ બુક અને “ખંતીલું ખેડા” જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તકોમાં ખેડા જિલ્લાનો ટૂંકો પરિચય ખેડા જિલ્લાની ઐતિહાસિક ઘટનાઓ, ખેડાનું જિલ્લાનું સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન, ખેડા જિલ્લાના મહાનુભાવો, સાહિત્યકારો, સ્વતંત્ર સેનાનીઓ, સાંસ્કૃતિક ધરોહર, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ સહિતની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે પદાધિકારીઓ,ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.