ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથા સાથે ગોવાળિયાનો લાકડીરાસ યોજાઈ ગયો, જે રાસમાં સૌને ખૂબ જોમ રહ્યું.
સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો.
મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ભાગવત કથા સાથેના ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં.
આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે થયેલ આયોજનમાં લાકડીઓનાં રાસમાં સૌને ખૂબ જોમ રહ્યું.