અવધપૂરીના શ્રી રામમંદિરમાં ભગવાન શ્રી રામના ૪૯૬ વર્ષ પછી નીજસ્થાન પ્રવેશ, ગ્રીન આઈરીશ સોસાયટી ઘાટલોડીયાના અબાલ વૃધ્ધ રહીશો માટે આનંદની ક્ષણ હતી, જેને રહીશોએ ખૂબ ધામધૂમથી ઉજવી અને માણી.
સોસાયટીમાં ભગવાન શ્રી રામની મૂર્તિને નવીન રામમંદિરમાં પધરાવીને વિજ્ય મૂહૂર્તમાં સમુહ આરતી, રામધૂન અને પ્રસાદની વહેચણી કરવામાં આવી યશસ્વી વડાપ્રધાનની ઈરછા મુજબ સોસાયટીમાં દિવાળીનો માહોલ સર્જાયો ભગવાન સપરિવાર ૨થ પર આરુઢ થઈને સોસાયટીમાં પ્રવેશ કર્યો બહેનોએ નાચગાન સાથે બિરાજમાન થયા. મહર્ષિ વશિષ્ઠએ સ્વાગત કર્યું ભગવાન શ્રી રામ ના પ્રદક્ષિણા કરીને સિંહાસન પર બિરાજમાન થયા મહર્ષિ વશિષ્ઠએ આશીર્વાદ આપ્યા અને માતા કૌશલ્યાએ રાજતિલક કર્યા, દિવ્ય શંખનાદ કરવામાં આવ્યા મંદિર ના પ્રાંગણમાં ૧૦૦૮ દીપ પ્રજવલિત કર્યા આરતી અને રામ ધુન કરવા માં આવી બાળકો અને મહિલાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમ રજુ થયા સહયોગી ઓનું સન્માન કરવામાં આવ્યું સાત્વિક ભોજન, પ્રસાદ આપવા માં આવ્યાં પ્રસંગને દિવાળીની માહોલની જેમ રહીશોએ આનંદ વિભાર બની ખૂબ માણ્યો.
ગ્રીન આઈરીઝ સોસાયટીના જ કલ્પેશભાઈ એ48 કલાકની સતત મહેનત બાદ ભગવાન શ્રીરામની આ સુંદર રંગોળી બનાવી હતી આકૃતિમાં રંગ પુરી રંગોળી માં સાક્ષાત રામની જીવંત કર્યા હતા.