ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં કચ્છ જિલ્લાના દરિયામાંથી મોટા પાયે ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સ્થાનિક SOGની સંયુક્ત કામગીરીમાં આ સફળતા મળી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ATSને બાતમી મળી હતી કે યુરોપથી એક જહાજ મારફતે ડ્રગ્સ ભારત તરફ આવી રહ્યું છે. આ બાતમીના આધારે દરિયાઈ વિસ્તારમાં વોચ રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કચ્છના દરિયામાંથી પોર્ટ તરફ લઈ જવાતો આ મસમોટો જથ્થો ઝડપવામાં આવ્યો હતો.
આ ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત ₹200 કરોડથી લઈને ₹500 કરોડ સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલામાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને પાકિસ્તાન કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
115 kg cocaine. ₹1,000 crore. BUSTED.
Gujarat ATS + Indian Coast Guard + Kutch SOG working as one, striking hard.
Gujarat will NOT be a gateway for drugs.
Congratulations to every officer involved.
— Harsh Sanghavi (@sanghaviharsh) May 27, 2026
સરહદી કચ્છમાં વધતી ડ્રગ્સ સ્મગલિંગની ચિંતા
કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર હોવાથી અહીં દેશવિરોધી પ્રવૃત્તિઓ અને સ્મગલિંગના કેસો વારંવાર સામે આવતા રહે છે. ભૌગોલિક રીતે દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર હોવાને કારણે આ વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે સંવેદનશીલ બની ગયો છે.
સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, છતાં ડ્રગ્સ મળવાની ઘટનાઓ ચિંતા વધારતી જોવા મળી રહી છે.
તાજેતરમાં પણ મળ્યા હતા ચરસના પેકેટ
થોડા દિવસો પહેલાં પણ કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળવાની ઘટના સામે આવી હતી. BSFના સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા હતા.
BSFની ટીમ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે આ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. આ ઘટના પણ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક બની હતી.
તપાસ ચાલુ : ક્યાંથી આવ્યું અને ક્યાં જતું હતું?
હાલમાં ATS અને અન્ય એજન્સીઓ દ્વારા નીચેના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે:
- ડ્રગ્સ કઈ જગ્યાથી આવ્યું હતું?
- તેનું અંતિમ ડેસ્ટિનેશન શું હતું?
- તેમાં કયા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામેલ છે?
- પાકિસ્તાન કનેક્શન છે કે નહીં?
આ તપાસના આધારે મોટા નેટવર્કનો ભાંડાફોડ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel