Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કુલ 13 આરોપી ઝડપાયા

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કુલ 13 આરોપી ઝડપાયા

ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ સામે ગુજરાત ATSએ વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવેલા મહત્વના પુરાવા અને માહિતીના આધારે કરવામાં આવી છે. આ નવી કાર્યવાહી બાદ સમગ્ર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 13 થઈ ગઈ છે.

પૂછપરછમાં ખુલ્યા નવા નામ, અલગ-અલગ જિલ્લાઓમાંથી ધરપકડ

ATSના જણાવ્યા અનુસાર અગાઉ ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પાંચ નવા શખ્સોના નામ સામે આવ્યા હતા. તપાસમાં તેમની સંડોવણી અંગે પૂરતા ઇનપુટ મળતા ATSએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કાર્યવાહી કરીને તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

હાલ તમામ આરોપીઓને ATSના કબજામાં રાખીને તેમની પૂછપરછ ચાલી રહી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા સંગઠન જોડાયેલું છે કે નહીં.

વિસ્ફોટકોનું પરીક્ષણ કરી રહ્યા હોવાનો ખુલાસો

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ નવા ઝડપાયેલા પાંચેય આરોપીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે સતત સંપર્કમાં હતા. ATSના પ્રાથમિક તારણો અનુસાર તેઓ વિસ્ફોટકોનું પરીક્ષણ (Explosive Testing) કરવાની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હતા.

તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું, તેમાં કયા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો અને તેનો અંતિમ હેતુ શું હતો.

3 જુલાઈએ ATSએ 8 આતંકીઓની કરી હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે 3 જુલાઈએ ગુજરાત ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી.

તે સમયે ATSએ અલગ-અલગ પાંચ ટીમો બનાવીને ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ આતંકી સંગઠનને ભારતમાં સક્રિય કરવાની દિશામાં કામ કરી રહ્યા હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા હતા.

પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો દાવો

ATSની તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીઓ પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતા અને તેના સૂચનો મુજબ કામગીરી કરતા હતા. ડિજિટલ પુરાવા, સંપર્કોના રેકોર્ડ અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે તપાસ આગળ વધી રહી છે.

અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે જ હવે વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર નેટવર્કની કડી શોધવામાં વ્યસ્ત છે.

તપાસ હજુ ચાલુ

ગુજરાત ATS હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન મળનારા નવા પુરાવાના આધારે વધુ ધરપકડ અથવા અન્ય રાજ્યોમાં કાર્યવાહી થવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. અધિકારીઓએ હજુ સુધી સંભવિત ટાર્ગેટ અથવા અન્ય સંવેદનશીલ વિગતો જાહેર કરી નથી કારણ કે તપાસ ચાલુ છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.