એશિયન પેરાગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો હતો. ગુજરાતી ખેલાડીઓનુ પણ તેમાં યોગદાન રહ્યુ હતુ. ત્રણ ગુજરાતી ખેલાડીઓએ મેડલ જીત્યા છે. જેમનુ અંધનજન મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમજ અન્ય અંધ બાળકો કે જેઓએ ગેમ્સમાં ભાગ લીધો જેમને મેડલ નથી મળ્યા પણ તેમણે સારા રેન્ક મેળવ્યા તેવા પ્લેયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ. જે પ્લેયર્સને લઈને અંધજન મંડળે ગર્વ વ્યક્ત કર્યુ હતુ.
- પટેલ ભાવિના, ટેબલ ટેનિસ, બ્રોન્ઝ મેડલ
- ઈનાની દર્પણ, ચેસ, ગોલ્ડ મેડલ વ્યક્તિગત અને ગોલ્ડ મેડલ (ટીમ)
- મકવાણા અશ્વિન, ચેસ, ૧ બ્રોન્ઝ મેડલ વ્યક્તિગત અને ગોલ્ડ મેડલ (ટીમ)
- રાઠી હિમાંશી, ચેસ, બ્રોન્ઝ મેડલ વ્યક્તિગત અને બ્રોન્ઝ મેડલ (ટીમ)
- આ રમતવીરોમાં દર્પણ. હિમાંશી અને અશ્વિન અંધજન મંડળના વિદ્યાર્થી ઓ છે. જેઓને મંડળ દ્વારા તાલીમ પણ અપાઈ છે. અને તેનું પરિણામ છે કે આજે આ ત્રણે બાળકોએ મોટી સિદ્ધિ હાંસલ કરી.
મેડલ જીતનાર પ્લેયર્સમાં હિમાંશીના પિતા બિલ્ડર છે. તો દર્પણ પોતે સીએ હોવા છતાં ચેસમાં આગળ વધવાનો નિર્ણય લીધો અને ગોલ્ડ મેડલ જીત્યા. જે દર્પણના પિતા બિઝનેસમેન છે. આ બનેના પિતા અને પરિવારની આર્થિક સ્થિતિ સારી છે એટલે તેઓને વધુ કસ્ટ પડ્યું નહિ. માત્ર અંધ હોવાથી મુશ્કેલી રહી પણ તેમાં પણ તેઓ આગળ વધ્યા.
અશ્વિન જે વડોદરાનો રહેવાસી છે. જેના પરિવારમાં માતા પિતા એક ગલ્લો ચલાવી ગુજરાન ચલાવે છે. જેને સૌથી વધુ મુશ્કેલી પડી. અશ્વિન પોતે અંધ અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ છતાં પરિવારે અશ્વિનને ચેસમાં આગળ વધારતા આજે અશ્વિનની અને તેના પરિવારની મહેનત રંગ લાવી.
જ્યાં અશ્વિને પણ મેડલ જીત્યા. જે અશ્વિને અગાઉ પણ એશિયન ગેમ્સ માં મેડલ જીતી ચુક્યો છે. જે તમામ પ્લેયર્સ પોતાની જીતમાં પરિવાર અને ટ્રેનર્સને શ્રેય આપ્યો. તેમજ તેઓએ ચેસમાં જ આગળ વધવા અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે વધુ મેડલ જીતી ફરી ભારતનું નામ રોશન કરવા તૈયારી દર્શાવી.
સામાન્ય વ્યક્તિને પણ હંફાવી દે તેવી આ અંધ અને દિવ્યાંગ બાળક એવા પ્લેયર્સની આ સિધ્ધિ છે. જેમના માંથી અન્ય લોકોએ પણ શીખ લેવાની જરૂર છે કે કોઈ ખોટ હોય તો તેનાથી હારીને બેસી ન રહેવાય. કેમ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. જે આ અંધ અને દિવ્યાંગ પ્લેયર્સ એ સાબિત કરી બતાવ્યું છે.