ખેડા જિલ્લાના કઠલાલ પ્રખ્યાત ટેટુ આર્ટિસ્ટ પાર્થ વ્યાસ તથા સંજય એમ.એસ રાવલ સ્કિલ સેન્ટર દ્વારા ફ્રી ટેટુ લર્નિંગ વર્કશોપનું આયોજન સંજય એમ.એસ. રાવલ સ્કિલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના વિવિધ શહેરોના ટેટુ આર્ટિસ્ટો જોડાયા હતા. ટેટુ કેવી રીતે બને? તેની માહિતી મેળવી હતી. તથા મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને એક સારું જીવન કેવી રીતે જીવી શકાય? તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં ડોક્ટર ધ્વનિ વ્યાસ દ્વારા ટેટુ બનાવતી વખતે હાઈજિનનું શું ધ્યાન રાખવું? તેની માહિતી સાથે, માર્કેટિંગ એક્સપોર્ટ ઝીલભાઈ નાકરાણી દ્વારા આર્ટમાંથી કેવી રીતે બિઝનેસ જનરેટ કરી શકાય? તે શિખવવામાં આવ્યું હતું. આ અંગે આર્ટિસ્ટ પાર્થ વ્યાસે જણાવ્યું હતું કે,આ વર્કશોપનો મુખ્ય હેતુ આજની જનરેશનને ટેટુ સ્કીલ શું છે?તેની માહિતી આપવા તથા ટેટુ શિખીને કેટલી ઇન્કમ કમાવી શકાય? તેનું માર્ગદર્શન આપવાનો હતો.માત્ર ભણવાથી નહીં, પરંતુ પોતાનામાં રહેલી આવડતને ઓળખીને એક સ્કીલ દ્વારા કેવી રીતે ઇન્કમ ઊભી કરી શકાય તે સમજાવવાનો હતો.