ગાંધીનગરમાં આયોજિત રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સે ગુજરાતના ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપતી ઐતિહાસિક શરૂઆત કરી છે. રાજ્ય સરકારે આ પ્રસંગે 6 નવા AI સ્ટેટ ટૂલ્સ લોન્ચ કર્યા છે, જેમાં ‘કૃષિ AI’ દ્વારા ખેતી સંબંધિત સમજણ વધારવાનો પ્રયાસ, ‘યોજનાની પાત્રતા ચકાસણી’ ટૂલ દ્વારા કલ્યાણકારી યોજનાઓની સરળ પહોંચ, ‘પ્રોક્યોરમેન્ટ ચેટબોટ’થી ખરીદી પ્રક્રિયાને સરળ બનાવવા, ‘ગ્રીવન્સ ક્લાસિફાયર’થી ફરિયાદોનું ઝડપી નિરાકરણ, ‘ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર’ દ્વારા દસ્તાવેજોમાંથી અગત્યની માહિતી ઝડપથી મેળવવાની સુવિધા તથા ‘ચેટ મેનેજમેન્ટ ટૂલ’ દ્વારા સરકારી સેવાઓનું ડિજિટલ સંચાર વધુ સરળ અને અસરકારક બનશે. આ બધા ટૂલ્સ સરકારી વિભાગોની કાર્યપદ્ધતિને વધુ ઝડપી, પારદર્શક અને નાગરિકકેન્દ્રિત બનાવશે.
રાજ્ય સરકારે ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 પણ જાહેર કરી છે, જે સરકારી સેવાઓમાં સુરક્ષા, ગોપનીયતા અને સ્કેલેબિલિટી સુનિશ્ચિત કરશે. કોન્ફરન્સમાં બે મોટા MoU પણ થયા—Google-Bhashini સાથે ગુજરાતી ભાષા મોડેલો તથા AI આધારિત ડિજિટલ સેવાઓના વિકાસ માટે ભાગીદારી, અને GIFT City-Henox સાથે Cable Landing Station તથા ગ્રીન ડેટા સેન્ટર્સની સ્થાપના, જે રાજ્યના ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે AI હ્યુમન-વિથ-મશીન અભિગમને નવી ઓળખ આપે છે, જેનાથી નાગરિકોને વધુ સુરક્ષા, સુવિધા અને સચોટ સેવાઓ મળી રહેશે. હાલમાં પણ AIનો ઉપયોગ પોલીસ કામગીરી, જનમેળા વ્યવસ્થા અને રાયજાનામા જેવી સેવાઓમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે. ગુજરાતનું દ્રષ્ટિગત ધ્યેય આ ટેક્નોલોજીને દરેક જિલ્લામાં, દરેક ભાષામાં અને દરેક નાગરિક સુધી પહોંચાડવાનું છે. આવનારા સમયમાં ગુજરાત દેશના AI ક્ષેત્રમાં અગ્રણી અને નેતૃત્વ આપનાર રાજ્ય તરીકે ઉભરશે—એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel