ખેડા જિલ્લામાં ગુરુપૂર્ણિમાના મહોત્સવની ઉજવણી થઈ છે ત્યારે નડિયાદ ના શ્રી સંતરામ મંદિર ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ગુરુભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા.
અષાઢી પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. ગુરૂએ ભગવાન અને જીવ વચ્ચેનો સેતુ છે. નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સવારે ૪ થી ૫ વાગ્યા દરમિયાન મંદિર ના મહંત રામદાસજી મહારાજને મંદિરના સેવકભાઈઓ દ્વારા તિલક કરીને ગુરૂપૂજન કર્યું હતું. ભક્તજનોએ મહારાજશ્રીને ફૂલહાર પહેરાવીને ગુરૂવંદના કરી હતી ઉપરાંત ભક્તજનોને કંઠી ધારણ કરીને મહારાજના આર્શિવાદ મેળવ્યાં હતાં. મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો અને ભક્તજનોના જય મહારાજના જયઘોષથી વાતાવરણ ભક્તિસભર બની ગયુ હતું. ગુરુપૂર્ણિમા ના દિવસે ગુજરાતભરના શ્રદ્ધાળુ ભક્તો નડિયાદ ના સંતરામ મંદિર ખાતે આવી ગુરૂગાદી અને સંતરામ મહારાજ ની સમાધી ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)