click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી
AhmedabadGujarat

પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી

આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં કેવો વરસાદ પડશે અને કેવું તાપમાન રહેશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જોઈએ.

Last updated: 2025/10/27 at 4:26 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદ: ગુજરાતમાં થોડા કલાકોથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં કેવો વરસાદ પડશે અને કેવું તાપમાન રહેશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જોઈએ.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું. આ સિસ્ટમ આજે 27 ઓક્ટોબર 2025 ના રોજ 0830 કલાકે અક્ષાંશ 16.4°N અને રેખાંશ 66.9°E નજીક, મુંબઈ (મહારાષ્ટ્ર) થી લગભગ 700 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પણજી (ગોવા) થી 750 કિમી પશ્ચિમ, અમીનીદિવી (લક્ષદ્વીપ) થી 860 કિમી ઉત્તરપશ્ચિમ અને મેંગલોર (કર્ણાટક) થી લગભગ 940 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ પર સ્થિત હતું. આગામી 48 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે. ડિપ્રેશન સાથે સંકળાયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી રચાયેલું ટ્રફ પૂર્વ મધ્ય અરબી સમુદ્રથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીના પૂર્વ-ઉત્તર અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં દરિયાની સપાટીથી 1.5 અને 3.1 કિમી ઉપર યથાવત છે.

તાપમાન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે; ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, એ.કે. દાસે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આજથી એટલે 27 ઓક્ટોબરથી બીજી નવેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ એટલે કે, 31 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારેથી ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. ગાજવીજની વાત કરીએ તો 31 ઓક્ટોબર એટલે કે આગામી પાંચ દિવસ ગુજરાતભરમાં ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે. માછીમારો માટે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

27મી તારીખે એટલે આજે રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે કચ્છ સિવાયના તમામ જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ છે. આજે ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ એટલે અહીં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જુનાગઢ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે એટલે અહીં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

28મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

29મીએ ફરીથી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

30મીએ ફરીથી વરસાદની તીવ્રતા વધી શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: breakingnews, currentnews, gujarat, gujaratinews, latestnews, oneindianews, topnews, અમરેલી, આણંદ, કચ્છ, ગીરસોમનાથ, જુનાગઢ, દ્વારકા, નવસારી, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, વલસાડ, સુરત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે
Next Article જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે : સ્વામી પ્રિતમ મનીજી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?