ખેડા જિલ્લામાં ભારે વરસાદનું આગમન થયું છે, ત્યારે દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ઠાસરા તાલુકામાં વીજળી પડવાથી એકનું મોત, બે ઘાયલ થવા પામેલ છે, આ ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના દીપક પૂરા સીમ વિસ્તાર ખેતરમાં ધરૂ નું કામ કરતા સમયે કાળરૂપી વિજળી પડતા ૧૩ વર્ષના બાળક અજય રાઠોડનું મોત જ્યારે અન્ફ બે યુવાનો મહેન્દ્ર ભાઈ રાઠોડ તેમજ અરવિંદ ભાઈ રાઠોડ ઘાયલ થવા પામેલ છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ ઘટનાને લઈ બાળકના મૃતદેહને તેમજ અન્ય બે ઘાયલ ને ૧૦૮ મારફતે ઠાસરા સરકારી રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
વધુમાં, ગુજરાતમાં આવતી કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે… સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે.