Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

ગુજરાતની કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય નોંધાવ્યો છે, જ્યાં પાર્ટીના વફાદાર અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ તોડ જીત મેળવી છે. આ જીત માત્ર ભાજપ માટે નહીં પરંતુ કડીની રાજકીય વૃત્તિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજેન્દ્ર ચાવડા મહેસાણા જિલ્લાના જોટાણા ગામના વતની છે અને તેઓ લાંબા સમયથી પક્ષ માટે સમર્પિત કાર્યકર તરીકે ઓળખાય છે. રાજેન્દ્ર ચાવડાનું રાજકીય કારકિર્દી અને અનુભવ કડીની જનતામાં તેમના માટે વિશ્વાસનું સમર્થન ઉભું કરે છે.

તેઓનું રાજકીય સફર વર્ષ 1972માં શરૂ થયું હતું જ્યારે તેઓ જનસંઘ (આજનો ભાજપ) સાથે જોડાયા. વર્ષ 1980થી તેઓ ભાજપના સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે. વર્ષ 1981થી 1986 સુધી તેમણે મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણી જીતી હતી અને પંચાયતના સભ્ય તરીકે સેવા આપી હતી. વર્ષ 1985માં તેમણે જોટાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. વર્ષ 2011થી 2017 દરમિયાન તેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગરના ડિરેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે, જે તેમના પ્રશાસનક્ષમ અનુભવની સાક્ષી આપે છે. શિક્ષણની વાત કરીએ તો તેમણે બીએ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

કડી બેઠક પર પેટાચૂંટણી માટે કુલ 294 મતદાન મથકોમાં મતદાન થયું હતું, જેમાંથી 106 બૂથો સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા હતા. ભાજપે રાજેન્દ્ર ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી હતી અને તેઓએ ભાજપના વફાદાર નેતા તરીકે તેનો યોગ્ય ન્યાય આપ્યો. તેમની સામે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. ત્રિપક્ષીય સ્પર્ધા વચ્ચે રાજેન્દ્ર ચાવડાની અનુભવસંપન્ન છબી, લાંબી પાર્ટી સેવા અને કાર્યકર્તાઓમાં ધરાવતું મજબૂત જાળું તેમના વિજયનો મુખ્ય આધાર બન્યું.

આ વિજય માત્ર તેમના વ્યક્તિગત યશનો પુરાવા નથી, પરંતુ તે ભાજપના પ્રદેશમાં મજબૂત સંગઠન, વિકાસના એજન્ડા અને મતદારોના વિશ્વાસનો પ્રતિબિંબ પણ છે.  કડી બેઠક પર મળેલી આ સફળતા સાથે ભાજપે એકવાર ફરીથી સાબિત કર્યું છે કે તે ગામડે થી શહેર સુધી, કાર્યકર્તાથી નેતા સુધી, મજબૂત ધોરણે ગોઠવાયેલું પાર્ટી માળખું ધરાવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Mehsana Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.