ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. બંદાલ નદીના જોરદાર પ્રવાહમાં કોલેજનું બિલ્ડીંગ ધોવાઈ ગયું હતું.
#WATCH | A college building collapsed due to incessant rainfall in Dehradun, Uttarakhand.
(Source: Dehradun Police) https://t.co/i4dpSQs2MH pic.twitter.com/1XhTLTafCi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023
દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ
ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત ચોમાસાના વરસાદથી પહાડી રાજ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જેમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ સાથે ઓછામાં ઓછા 17 લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
અનરાધાર વરસાદને કારણે લગભગ 1,169 મકાનોને નુકસાન થયું
માહિતી અનુસાર ટિહરીના કુંજપુરી બગડધાર નજીક ભૂસ્ખલનને કારણે ઋષિકેશ-ચંબા નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જ્યારે ઋષિકેશ-દેવપ્રયાગ-શ્રીનગર નેશનલ હાઈવે પર સખણીધર ખાતે ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લગભગ 1,169 મકાનો અને મોટી માત્રામાં ખેતીની જમીનને પણ નુકસાન થયું છે.
ઉત્તરાખંડ સરકારે SDRFને હાઈ એલર્ટ પર રાખ્યું
દેહરાદૂન અને ચંપાવતમાં તંત્રએ ભારે વરસાદ અને પૂરને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પૂરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.