દેશભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી તોફાન જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધીનું પૂર્વાનુમાન મુજબ, જુદી-જુદી તારીખે જુદા વિસ્તારોમાં વરસાદના તીવ્ર સ્તરો જોવા મળશે.
4 સપ્ટેમ્બરે ભરુચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ઑરેન્જ ઍલર્ટ છે, જ્યારે ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
5 સપ્ટેમ્બરે વરસાદનો માહોલ વધુ વિકરાળ બનશે. નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઑરેન્જ ઍલર્ટ રહેશે, જ્યારે દીવ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત 18 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયો છે.
6 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઑરેન્જ ઍલર્ટ છે, જ્યારે બાકી લગભગ તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
7 સપ્ટેમ્બરે કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં ઑરેન્જ ઍલર્ટ છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
8 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા ઓછી થશે અને માહોલ સામાન્ય બનવાની સંભાવના છે. ફક્ત કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં વરસાદ નાબૂદ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આ આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાય તેવી સંભાવના છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel