click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા
Gujarat

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

Last updated: 2026/03/28 at 3:48 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરઓ સાથે ગઇકાલે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં તેમણે આપેલા દિશા-નિર્દેશોના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે.

ખાસ કરીને રહેઠાણ સાથો સાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું. ગુજરાત દેશમાં સૌથી વધુ 23 ટકા પી.એન.જી. ગેસ કનેક્શન ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત દેશના 12 ટકા સી.એન.જી. ફિલીંગ સ્ટેશન પ્ણ રાજ્યમાં કાર્યરત છે. વડાપ્રધાનએ રાજ્યોને વધું નવા પી.એન.જી. કનેક્શન્સ માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. પાછલા 10 દિવસમાં 12 હજારથી વધુ નવા પી.એન.જી. કનેક્શન્સ અને 300થી વધુ નવા કોમર્શીયલ કનેક્શન્સ અપાયાં છે. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 1.28 કરોડ ડોમેસ્ટીક એલ.પી.જી. કનેક્શન છે. એટલું જ નહિં આ ડોમેસ્ટીક કનેક્શન ધારકોને ગેસનો પુરવઠો નિયમિત મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે રાજ્ય સરકાર સતત સંકલનમાં છે.

રાજ્ય સરકારે એલ.પી.જી. કનેક્શન ધારકોની કોઇપણ સમસ્યાના ત્વરિત નિવારણ માટે કાર્યરત કરેલી હેલ્પલાઇન દ્વારા અત્યાર સુધીમાં 10,000 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડિઝલ. ગેસ જેવી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી પેશ આવીને દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે લોકોના મનમાંથી અછત કે તંગીનો જે ખોટો ભય છે તે દૂર કરી શકાશે. રાજ્યમાં ફર્ટીલાઇઝરનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને ખરીફ સીઝન માટે ખાતરની કોઈ સમસ્યા રહે નહીં તેવું આયોજન કૃષિ વિભાગે કર્યું છે તેની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણ સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યમાં શ્રમિકોને પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે આર્થિક મુશ્કેલી સહન કરવી ન પડે તે માટે તેમને મહેનતાણાની ચૂકવણી સમયસર થાય તે જોવાની સૂચના સબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ આપી હતી.

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરની આવી કોર્ડીનેશન કમિટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યરત થશે. બિનનિવાસી ગુજરાતીઓને આ વૈશ્વિક સંકટના સમયમાં જરૂરીયાત જણાયે મદદરૂપ થવા એક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે અને એન.આર.આઇ. પ્રભાગને બિનનિવાસી ગુજરાતીઓના સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છેઆ બેઠકમાં મુખ્યસચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવઓ, પોલિસ મહાનિદેશક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્રસચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ અજય કુમાર અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, bhupendra patel, Bhupendra Patel meeting, Breaking news, CM Gujarat, CNG, global crisis India supply, gujarat, Gujarat infrastructure supply chain, Gujarat news, Gujarat supply review, gujarati news, india news, infrastructure, latest news, LPG, LPG supply Gujarat, LPG ગેસ સપ્લાય, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, petrol diesel availability Gujarat, Petrol-Diesel, pm modi, PNG, PNG CNG connections Gujarat, PNG CNG કનેક્શન, Supply Chain, top news channel, topnews, topnewschannelinindia, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એલપીજી, કેન્દ્ર સરકાર, ગુજરાત પુરવઠા સમીક્ષા, ગુજરાત સપ્લાય ચેઇન, ગુજરાત સમાચાર, ગુજરાતી સમાચાર, પીએનજી, પેટ્રોલ ડિઝલ ઉપલબ્ધતા, પેટ્રોલ-ડીઝલ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ભારત સમાચાર, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલ બેઠક, વૈશ્વિક સંકટ ભારત, સપ્લાય ચેઇન, સીએનજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમિત શાહનો મમતા બેનર્જી પર પ્રહાર : ‘દીદી હંમેશા વિક્ટિમ કાર્ડ રમે છે’
Next Article ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ની કમાલ : કચ્છમાં એક દાયકા બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?