કોલકાતા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને માત્ર રાજ્ય નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ નિર્ણાયક ગણાવી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર સામે તેમની અવાજને મજબૂત બનાવી રહી છે.
#WATCH | Kolkata, West Bengal: Union Home Minister Amit Shah says, "… In this chargesheet, we have thoroughly highlighted the problem of infiltrators. It is not only a matter of concern for the country's security, but they also encroach upon the wages of our poor labourers… I… pic.twitter.com/XojU3bQ1Xe
— ANI (@ANI) March 28, 2026
TMC સરકાર સામે “ચાર્જશીટ” રજૂ
અમિત શાહએ કહ્યું કે આજની પ્રેસ કોન્ફરન્સ તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસન સામે “ચાર્જશીટ” છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર ભાજપની નહીં પરંતુ બંગાળના સામાન્ય લોકોની ચાર્જશીટ છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં ભ્રષ્ટાચાર, અપરાધ અને અયોગ્ય શાસન વધ્યું છે.
#WATCH | Kolkata, West Bengal: Union Home Minister Amit Shah says, "As far as recruitment is concerned, we will introduce a transparent recruitment process in Bengal to ensure that the process remains entirely free of any form of corruption… In Assam, we pledged to provide 1… pic.twitter.com/3ej5NXQTWV
— ANI (@ANI) March 28, 2026
ઘુસણખોરી મુદ્દે આસામ મોડેલનો ઉલ્લેખ
ઘુસણખોરી મુદ્દે વાત કરતાં અમિત શાહએ આસામ મોડેલનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાં ભાજપ સરકાર આવ્યા પછી ઘુસણખોરી પર કાબૂ મેળવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હવે બંગાળ એ એકમાત્ર માર્ગ છે જ્યાંથી દેશની સુરક્ષા સાથે સમાધાન થઈ રહ્યું છે.
તેમણે વચન આપ્યું કે જો બંગાળમાં ભાજપ સરકાર આવશે તો 45 દિવસની અંદર સરહદ પર વાડ બનાવવા માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સરહદને સંપૂર્ણપણે સીલ કરવામાં આવશે.
#WATCH | Kolkata, West Bengal: Union Home Minister Amit Shah says, "SIR is happening across the entire country, yet nowhere else did judicial officers have to be deployed—only in Bengal. What is the reason for this?… Mamata Banerjee should answer this to the people of Bengal…… pic.twitter.com/sG3J9jvdXa
— ANI (@ANI) March 28, 2026
‘મુક્તિ ચૂંટણી’ તરીકે બંગાળ ચૂંટણીનો ઉલ્લેખ
અમિત શાહએ આ ચૂંટણીને “મુક્તિ ચૂંટણી” તરીકે વર્ણવી અને લોકોને બે વિકલ્પો આપ્યા:
- ભયથી મુક્તિ: જીવ, સંપત્તિ, નોકરી અને મહિલાઓની સુરક્ષાનો ડર દૂર કરવાનો વાયદો
- વિશ્વાસની ગેરંટી: શાંતિપૂર્ણ જીવન, મફત તબીબી સારવાર, કાયમી રહેઠાણ, મફત વીજળી અને યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય
‘બંગાળ કારખાનાઓ માટે કબ્રસ્તાન’—શાહનો આક્ષેપ
અમિત શાહએ મમતા સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે વિકાસ અને ઉદ્યોગના અભાવે બંગાળ આજે “કારખાનાઓ માટે કબ્રસ્તાન” બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે “સોનાર બાંગ્લા”ના વચનો આપી તૃણમૂલ કોંગ્રેસે સિન્ડિકેટ રાજ સ્થાપિત કર્યું અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું.
#WATCH | Kolkata, West Bengal: Union Home Minister Amit Shah says, "Mamata Banerjee has always played the politics of the victim card. At times, she gets her leg broken; at other times, she has her head bandaged; sometimes she falls ill; and then again, she stands before the… pic.twitter.com/iWWOhyZ4bB
— ANI (@ANI) March 28, 2026
યુવાનો માટે મોટી જાહેરાત
શિક્ષક ભરતી અને અન્ય કૌભાંડોનો ઉલ્લેખ કરતા અમિત શાહએ મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભરતી કૌભાંડો કારણે વય મર્યાદા વટાવી ગયેલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તેમણે વચન આપ્યું કે અસરગ્રસ્ત યુવાનોને SSC ભરતીમાં ફરી તક આપવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel