જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરશે, જેના માધ્યમથી પરિસરમાંના સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરાશે. સાથે જ અન્ય કેટલાક મજબૂત પુરાવા એકઠા કરવા માટે અયોધ્યાના શ્રીરામ મંદિર જન્મભૂમિ જેવા ખોદકામની માગણી પણ કરવામાં આવશે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને શનિવારે કહ્યું કે 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તેના દ્વારા સીલ કરાયેલા વજૂખાનાનો વૈજ્ઞાનિક પદ્ધતિએ સર્વેની વિનંતી કરવામાં આવશે કે ત્યાં રહેલી સ્વયંભૂ શિવલિંગ વિશે એએસઆઇ સર્વે કરીને જણાવે કે તેને સંબંધિત વાસ્તવિકતા શી છે?
હિન્દુ પક્ષ શ્રીરામ જન્મભૂમિ જેવા ખોદકામની માગણી કરશે
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના સર્વે રિપોર્ટમાં જ્ઞાનવાપીને નાગરશૈલીનું મંદિર ગણાવાયું છે. આ શૈલીથી કાશી વિશ્વનાથ મંદિર પણ બન્યું છે. અયોધ્યામાં રામલલાનું મંદિર પણ પહેલાં નાગરશૈલીથી બન્યું હતું સર્વે રિપોર્ટ અનુસાર જ્ઞાનવાપી પણ ભવ્ય હિન્દુ મંદિર હતું મંદિરનું માળખું આબેહૂબ અયોધ્યામાં બનેલા રામમંદિર સાથે મળતું આવે છે. પ્રવેશદ્વાર બાદ બે મંડપ અને ગર્ભગૃહની પરિકલ્પના કરવામાં આવી છે.જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં બીજી એક અરજી કરશે તેના માધ્યમથી પરિસર સ્થિત સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઈ સર્વે કરાવવાની વિનંતી કરવામાં આવશે.
કોર્ટના આદેશની રાહ જુઓ: હિન્દુ પક્ષ
હિન્દુ પક્ષાનું કહેવું છે કે પરિસરમાં જ્યાં પણ ખોદકામ કરીને પુરાવા એકત્ર કરવાની જરૂરિયાત છે તે માટે પણ સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવસે ખોદકામ એ રીતે કરવામાં આવરો કે જ્ઞાનવાપીના હાલના માળખાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે, અમારો ઉદેશ માત્ર એટલો છે કે વૈજ્ઞાનિક રીતે એ સાબિત થાય કે જ્ઞાનવાપીનું સત્ય શું છે? વધુમાં જ્ઞાનવાપીનો સર્વે કરીને એએસઆઇએ પોતાના રિપોર્ટમાં વૈજ્ઞાનિક રીતે એવું કહ્યું છે કે ત્યાં મસ્જિદની પહેલાં ભવ્ય હિન્દુ મંદિર હતું બધા લોકોને અમારી અપીલ એ જ છે કે ધૈર્યની સાથે વૈજ્ઞાનિક તથ્યોને જુઓ અને સમજે તથા કોર્ટના આદેશની રાહ જુઓ.
સર્વેમાં પંચાવન મૂર્તિ અને 93 સિક્કા સહિત ઘણી સામગ્રી મળી
ભારતીય પુરાતત્વ સર્વેક્ષાણની ટીમને જ્ઞાનવાપીના સર્વેમાં પંચાવન મૂર્તિઓ મળી છે જ્ઞાનવાપીની દીવાલ સહિત ઘણી જગ્યાએ પંદર શિવલિંગ અને જુદા જુદા કાળના 93 સિક્કા પણ મળ્યા છે. પથ્થરની મૂર્તિઓની સાથે જ અલગ અલગ ધાતુ, ટેરાકોટા સહિત ઘરેલુ વપસરાની 259 સામગ્રી મળી છે એક પથ્થર એવો છે કે, જેના પર રામ લખ્યું છે જીપીઆર સર્વેમાં મુખ્ય ગુંબજની નીચે અતિમૂલ્યવાન પન્ના જેવી કીમતી ધાતુ મળી છે તેને મુખ્ય શિવલિંગ ગણાવાઈ રહ્યું છે. આ સ્થાને ખનન અને સર્વેની વાત કહેવામાં આવી છે.
વિગ્રહ અને ધાર્મિક ચિહનો બે હજાર વર્ષ જૂનાં
એએસઆઇના સર્વે રિપોર્ટમાં જ્ઞાનવાપીની દીવાલ સહિત ઘણા સ્થાને મળેલા વિગ્રહ અને ધાર્મિક ચિહનોની વિધિવત તપાસ કરવામાં આવી. જીપીઆર સહિત અન્ય તકનીકથી થયેલી તપાસમાં કેટલાંક ચિહનની ઉંમર બે હજાર વર્ષ જૂની મળી છે. એએસઆઇએ પ્રત્યેક ચિહનને સંપૂર્ણ વિવરણ સહિત પ્રસ્તુત કર્યું છે
18 માનવમૂર્તિઓ મળી
એએસઆઇએ 93 સિક્કા મેળવ્યા છે તેમાં વિકટોરિયા મહારાણી, વિક્ટોરિયા રાણી, ધોરમ ખલીકા કિંગ ચાર્લ્સ સહિત અન્ય કાળના સિક્કા સામેલ છે. એએસઆઇએ ટેરાકોટાની 23 મૂર્તિઓ, બે સ્વિંગ વોલ એક ટાઇલ્સ એક ડિસ્ક દેવીદેવતાઓની બે મૂર્તિઓ 18 માનવ મૂર્તિઓ ત્રણ જાનવરોની મૂર્તિઓને પુરાવા તરીકે એકઠાં કરાયો છે. 113 ધાતુની વસ્તુઓ પણ મળી છે તેમાં લોખંડની 16 ત્રાંબાની 84, એલ્યુમિનિયમની નવ નિકલની ત્રણ અને એલોયનો એક સામગ્રી મળી છે
એએસઆઈનો રિપોર્ટ ચાર ભાગમાં છે
જ્ઞાનવાપી સર્વેનો એએસઆઈ રિપોર્ટ ચાર ખંડમાં છે પહેલા ભાગમાં 137 પાનાં છે તેમાં સ્ટક્ચર અને બ્રીક ક્રાઇડિંગ ઓફ સર્વે રિપોર્ટ છે. બીજા ભાગમાં પાના 1થી 195 સુધી સાયન્ટિકિક સર્વે રિપોર્ટ છે. ત્રીજા ભાગમાં પાના નંબર 204 પર મળી આવેલા વટુનો ઉલ્લેખ છે યોથા ભાગમાં તસવીરો અને ડાયગ્રામ છે જે 238 પાનામાં છે એક હજાર કોટોગ્રાક પણ છે.
ભાડૂઆતો મૂર્તિઓ બનાવતા હતા : મુસ્લિમ પક્ષ
જ્ઞાનવાપી પરિસરના એએસઆઈ રિપોર્ટ અંગે અંજુમન ઇન્તેજામિયા મસાજિદ કમિટીના વડીલ એખલાક અહમદે કહ્યું કે સર્વે રિપોર્ટમાં જે ડિગર્સ છે તે કાટમાળમાં મળ્યા છે તે કઈ મોટી વાત નથી. અમારી એક બિલ્ડિંગમાં પાંચ ભાડૂઆત હતા. તે બધા મૂર્તિઓ બનાવતા હતા જે કાટમાળ થતો હતો તેને પાછળની તરફ ફેંકી દેતા હતા બધી મૂર્તિઓ ખંડિત મળી છે એવી એક પણ મૂર્તિ નથી મળી જેને કહી શકાય કે આ ભગવાન શિવની મૂર્તિ છે તેમણે કહ્યું કે મૂર્તિઓ મસ્જિદની અંદર નથી મળી.
હિન્દુ પક્ષ ત્રણ રહસ્ય ઉજાગર કરવાની માગ કરશે
એએસઆઈના રિપોર્ટમાં ત્રણ રહસ્ય સામે આવ્યાં છે. હવે હિન્દુ પક્ષ આ રહસ્યો પરથી પરદો ઉઠાવવાની માગણી કરશે. વાસ્તવમાં, એએસઆઇએ જણાવ્યું કે પૂર્વ તરફની દીવાલને બંધ કરી દેવાઈ છે. અહીં કૂવો મળ્યો છે પૂર્વ તરફની દીવાલ બંધ કેમ છે, તે જાણવું ખૂબ જરૂરી છે જે કૂવો મળ્યો છે તેના વિશે માન્યતા શી છે અને ત્યાં શું છે તેની સાથે જ અદાલતમાં વજૂખાનાના એએસઆઇ સર્વેની માગણી કરવામાં આવશે
પ્રવેશ, મંડપ-ગર્ભગૃહનો ઉલ્લેખ
એએસઆઇના રિપોર્ટમાં મંદિરના ચાર સ્તંભના માળખા સુધી પરિકલ્પના દર્શાવાઈ છે. જોકે, એએસઆઇએ જ્ઞાનવાપીમાં સ્થાપિત મંદિરનો નકશો નથી બનાવ્યો પણ તેમના રિપોર્ટમાં જે ભવ્ય મંદિર સ્થાપત્ય કલાની નાગરશૈલીના મંદિરની વાત કહેવાઈ છે તેમાં પ્રવેશ, મંડપ અને ગર્ભગૃહનો ઉલ્લેખ છે મુખ્ય મંદિરની આસપાસ પણ કેટલાંક મંદિરો સ્થાપિત હોવાનો રિપોર્ટ છે આ જ રીતે અથોધ્યામાં મુખ્ય મંદિરની પાસે બે મંદિર છે અને અહીં અન્ય દેવીદેવતાઓનું સ્થાન નક્કી કરાયું છે.
વિષ્ણુ. કૃષ્ણ અને હનુમાન સહિત અન્ય દેવીદેવતાઓના વિગ્રહ મળ્યા
વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલા સર્વેમાં મંદિરના પ્રમાણની સાથે જ વિષ્ણુ મકર કૃષ્ણ, હનુમાન દ્વારપાળ નંદી પુરુષ અને માનતાનું તીર્થ સહિત અન્ય વિગ્રહ મળ્યા છે મુગલકાળ અંગ્રેજી હકૂમત સહિત અન્ય સમયકાળનાં ચિહન મળ્યા છે. શાહ આલમ અને સિંધિયાકાળના સિક્કા (એક અને 25 પૈસા) સંરક્ષિત કરાયા છે. એએસઆઈની 176 સભ્યની ટીમે જ્ઞાનવાપી પરિસરનો જે સર્વે કર્યો હતો