લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અન્વયે ‘સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન” (SVEEP) અંતર્ગત વધુમાં વધુ કામદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નડિયાદ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નડિયાદ અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, નડિયાદના સહયોગથી ઔદ્યોગિક વિસ્તારોમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા હતા.
જે અંતર્ગત ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે આવેલા હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ગોબલેજમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા.
જે અંતર્ગત હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ઔધોગિક એકમનાં તમામ કર્મચારીઓને મતદાન કરવા શપથ લેવડાવવામાં આવી હતી. સિગ્નેચર કેમ્પેઈનનું પણ આયોજન કરવામાં કરવામાં આવ્યું. જેમાં અંદાજિત ૩૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા લોકશાહીના મૂલ્યોની જાળવણી હેતુ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાનની પ્રેરણા આપવા માટેની શપથ લેવડાવવામાં આવી હતી. તેમજ સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત મતદાતાઓને સવેતન રજા આપવા વિશે ઔદ્યોગિક એકમોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રીમતી એસ.એન. સબાસરા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કલ્પેશ રાવલ, સ્વીપ કાર્યક્રમ અંતર્ગતના કર્મચારીઓ સહિત હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજરશ્રી ઉપરાંત તમામ કર્મચારીઓ/કામદારો હાજર રહ્યાં હતા.