દુબઈ ખાતે રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની શાનદાર ભવ્ય જીત બાદ નડિયાદમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે રમાયેલી મેચમાં ભારતની જીત થતા ઓલરાઉન્ડર અક્ષર પટેલના વતન નડિયાદમાં શહેરીજનો ભારે આતશબાજી સાથે જૂમી ઉઠ્યા હતા.
આ પ્રસંગે શહેરના વાણિયાવાડ સર્કલ, મહાગુજરાત સર્કલ સહિના વિસ્તારોમાં નગરજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જીતની ખુશીને બમણી કરી તેને વધાવી હતી.