વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે શું વિપક્ષો ઈ લેક્ટોરલ બોન્ડ દ્વારા તેમને મળેલા દાનને પણ ખંડણીના પૈસા કહેશે? તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડ સિસ્ટમને ખંડણીની વિશ્વની સૌથી મોટી સ્કીમ ગણાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારના ચેમ્પિયન કહ્યા હતા, જેનો જવાબ આપતા શાહે એક આ ટિપ્પણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ લોકોને એમ પણ જરૂર કહેવું જોઈએ કે હા, અમે પણ ખંડણી લીધી છે. સાંસદોની સંખ્યાના પ્રમાણમાં તેમને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જેટલું દાન મળ્યું છે તે ભાજપને મળેલા દાનથી વધુ છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. અમારી સામે ભષ્ટાચારના આરોપ નથી. તેથી તેઓ ગૂંચવણ ઊભી કરવા મથી રહ્યા છે પણ સફળ નહીં થાય. શાહે ઉમેર્યું કે કોંગ્રેસે છત્તીસગઢમાં તાજેતરના નક્સલી
એન્કાઉન્ટરને ફેક ગણાવતી જે પ્રતિક્રિયા કુર ઈશ્વચતિમા ખરાબ એક ઉપદેશ છે કે ઈશ્વર જેનો ખરાબ સમય શરૂ કરે છે તેની સૌથી પહેલાં મતિ હરી લે છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન નહોતા થતા. અમારી સરકારના ૯૦ દિવસમાં ૮૭ નક્સલી માર્યા ગયા. ૧૨૩ની ધરપકડ થઈ અને ૨૫૩ નક્સલીઓએ સરેન્ડર કર્યું. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના એક-બે વર્ષમાં દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થઈ જશે.
પીએમ મોદીની ઇમેજના દમ પર દક્ષિણમાંશ્રેષ્ઠ દેખાવ કરીશું
અમિત શાહે લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાજપનો દેખાવ કેવો રહેશે તે અંગે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજના કારણે ભાજપ દક્ષિણ ભારતમાં શ્રેષ્ઠ દેખાવ કરશે. તામિલનાડુ, તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અમારો મજબૂત દેખાવ રહેશે. દક્ષિણ ભારતમાં મોદીજીની લોકપ્રિયતા પહેલીવાર એ સ્તરે પહોંચી ચૂકી છે કે જે હવે ચૂંટણી પરિણામમાં ફેરવાશે. દક્ષિણમાં અમારો વોટ શેર તો ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ વધ્યો હતો પરંતુ અમે અમારી બેઠકો વધે એ સ્તર સુધી નહોતા પહોંચી શક્યા. જોકે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે દક્ષિણમાં ભાજપની બેઠકો વધશે.