છત્તીસગઢ રાજ્યમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં વેદાંત લિમિટેડ ના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટના સક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામ નજીક આવેલી યુનિટમાં બની હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
રિપોર્ટ મુજબ, ઘટનાના સમયે પ્લાન્ટમાં અનેક શ્રમિકો કાર્યરત હતા. અચાનક બોઈલર ફાટતાં જોરદાર ધડાકો થયો, જેના કારણે આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
छत्तीसगढ़ के सक्ती जिले में वेदांता पावर प्लांट का बॉयलर फटा। बड़ी संख्या में मजदूरों की मौत की सूचना आ रही है। बचाव राहत कार्य जारी है। pic.twitter.com/jaENlm4SQ2
— Sachin Gupta (@Sachingupta) April 14, 2026
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 30થી 40 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ઘણા ઈજાગ્રસ્તોની સ્થિતિ નાજુક હોવાના કારણે મોતનો આંકડો વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોલીસે આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે. હાલ સુધી મોત અને ઈજાગ્રસ્તોની સત્તાવાર સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
આ ઘટના ઔદ્યોગિક સુરક્ષા અને કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં વધુ તપાસ અને કાર્યવાહી થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel