ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયશંકરે કહ્યું કે, 2014થી દેશની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આ આતંકવાદ સામે લડવાનો માર્ગ છે. જયશંકર એક કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, એવા કયા દેશો છે જેની સાથે સંબંધો જાળવી રાખવા ભારત માટે મુશ્કેલ છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો પડકાર પાકિસ્તાન છે.
એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે, PM મોદી 2014માં આવ્યા હતા પરંતુ આ સમસ્યા 2014માં શરૂ થઈ નહોતી. આ સમસ્યા 1947માં શરૂ થઈ હતી. 1947માં પાકિસ્તાનથી કાશ્મીર આવેલા લોકોએ ત્યાં હુમલા કર્યા આ આતંકવાદ હતો, તેઓ શહેરો અને ગામડાઓને બાળી રહ્યા હતા, તેઓ લોકોને મારી રહ્યા હતા. પાકિસ્તાને આક્રમણકારોને કાશ્મીરમાં મોકલ્યા. જોકે અમારી સેનાએ તેમની સામે લડ્યા. જ્યારે ભારતીય સેના તેની કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમે રોકાયા અને સંયુક્ત રાષ્ટ્રમાં ગયા.
#WATCH | On being asked which country is the most difficult to maintain relationships with, EAM Dr S. Jaishankar said, "There are countries with whom you can ask would we maintain relationships… Today the biggest challenge is Pakistan… Narendra Modi came only in 2014, but… pic.twitter.com/IUsWKEgV5U
— ANI (@ANI) April 12, 2024
આતંકવાદને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં
વિદેશ મંત્રીએ કહ્યું કે, જો આપણે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે, પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે અને આપણે તેને કોઈપણ સંજોગોમાં સહન ન કરીએ. જો કોઈ દેશ તમને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લે છે, તો તેને સહન ન કરવું જોઈએ. જયશંકરે કહ્યું કે, મુંબઈમાં 26/11ના હુમલા પછી યુપીએ સરકારે ચર્ચાના ઘણા રાઉન્ડ કર્યા અને કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ એવું ન વિચારવું જોઈએ કે જો અમે આ રેખાની બીજી બાજુએ છીએ તો અમને કોઈ સ્પર્શ કરશે નહીં. આતંકવાદીઓને જવાબ આપવા માટે કોઈ નિયમો નથી. જયશંકરે પૂછ્યું કે, જો મુંબઈ જેવું કંઈક (26/11) થાય અને કોઈ પ્રતિક્રિયા ન આપે તો પછીના હુમલાને કોઈ કેવી રીતે રોકી શકે.
આતંકવાદ સામેની નીતિ બદલાઈ
આ સાથે જ્યારે દેશની વિદેશ નીતિમાં સાતત્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે કહ્યું કે, મારો જવાબ હા છે. 50 ટકા સાતત્ય અને 50 ટકા ફેરફાર છે. એક ભિન્નતા આતંકવાદ પર છે. મુંબઈ હુમલા પછી એક પણ વ્યક્તિ એવો નહોતો કે જેને લાગ્યું હોય કે આપણે પ્રતિક્રિયા ન કરવી જોઈએ.