ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા આવા નેતા બની ગયા છે. બહુ ઓછા લોકોએ વિચાર્યું હશે કે ભાજપનો કોઈ નેતા આ સિદ્ધિ હાંસલ કરી શકશે.
જુઓ પીએમ બન્યા બાદ મોદીએ શું કહ્યું
શપથગ્રહણ બાદ નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેમણે આજે સાંજે સમારોહમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા. હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રી પરિષદ સાથે કામ કરવા આતુર છું.
Took oath as Prime Minister at the ceremony earlier this evening. I look forward to serving 140 crore Indians and working with the Council of Ministers to take India to new heights of progress. pic.twitter.com/xx1e5vUP1G
— Narendra Modi (@narendramodi) June 9, 2024
ભારત માટે અવિસ્મરણીય દિવસ : શાહ
જ્યારે અમિત શાહે X પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે ભારત માટે આ એક અવિસ્મરણીય દિવસ છે, આજે આપણે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની યાત્રાના આગલા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. મોદીજીના નેતૃત્વમાં NDA સરકાર યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ તેમજ ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ રહેશે અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણને એકતાના દોરમાં બાંધીને મજબૂત ભારતનું નિર્માણ કરશે.
વિકાસની ગતિ થશે બમણી
તેમજ મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, દેશની જનતાએ ફરી એકવાર PM મોદીને ભારતનો વિકાસ કરવા માટે આશીર્વાદ આપ્યા છે. અમને બધાને ખૂબ ગર્વ છે. તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું કે, તમામ નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન. દેશભરમાં લોકો વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળની ઉજવણી કરી રહ્યા છે. વિકાસની ગતિ બમણી થશે.