વિપક્ષ મોદી સરકાર પર સતત તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષના તાનાશાહીના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 1975ની ઈમરજન્સીની ઘટનાનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે ઇમરજન્સી દ્વારા દેશ પર તાનાશાહી થોપનારા અમારા પર આ આરોપ લગાવે છે. તેમણે પોતાની માતાના મોતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હું ત્યારે જેલમાં હતો અને અંતિમ સંસ્કાર માટે પેરોલ પણ મળ્યાં નહોતા. આ આખી ઘટના વર્ણવતાં રાજનાથ ખૂબ ભાવુક જોવા મળ્યાં હતા.
#WATCH | Slamming Cong over its manifesto promising "restoring of status quo ante" on borders with China, Defence Minister Rajnath Singh says, "I want to assure the countrymen that under PM Modi-led govt, no one can capture even an inch of our land & we won’t cede even an inch of… pic.twitter.com/ue0LySd2jy
— ANI (@ANI) April 11, 2024
રાજનાથ સિંહે કહ્યું, ‘હું ઇમરજન્સી દરમિયાન જેલમાં હતો. મારી માતા બીમાર હતા અને તેમને વારાણસીની માતા અમૃતાનંદમયી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી માતા 27 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં બાદ બ્રેઈન હેમરિજને કારણે તેમનું અવસાન થયું હતું. મારી માતાના અંતિમ સંસ્કાર માટે મને પેરોલ પણ આપવામાં આવી ન હતી. જો તમે સ્વસ્થ લોકતંત્રની વાત કરો છો તો એવા લોકો હોવા જોઇએ જે તેના માટે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવે. જો તમે બધાને જેલમાં નાખો છો, તો તેઓ ક્યાંથી આવશે? આના પર રાજનાથ સિંહે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારના કારણે ગયા છે.
મોદી ત્રીજી વાર નહીં ચોથી વાર પીએમ બનશે
રાજનાથ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર ત્રીજી વાર નહીં પરંતુ ચોથી વખત પણ પીએમ બનશે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ અને સક્ષમ હશે ત્યાં સુધી તેઓ વડા પ્રધાન રહેશે. એટલું જ નહીં રાજનાથ સિંહે આ દરમિયાન પાકિસ્તાન પર પણ હુમલો કર્યો અને કહ્યું કે આજે તે આતંકવાદનો સામનો પોતાના દમ પર નથી કરી શકતો. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન સક્ષમ નથી તો પાડોશી દેશે ભારતની મદદ લેવી જોઈએ. અમે આતંકવાદનો સામનો કરવામાં મદદ કરીશું. ચીને ભારતની જમીન પર કબજો કર્યો હોવાના આક્ષેપો અંગે તેમણે કહ્યું હતું કે એક ઇંચ જમીન પર કબજો કરવામાં આવ્યો નથી.