રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી પૂર્વે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપીને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ઉપસ્થિત જનસમુદાયના પ્રશ્નોના જવાબ આપ્યા. કાર્યક્રમ દરમ્યાન તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતના રાજકીય નેતાઓ અથવા સંગઠનના કાર્યકર્તાઓને 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ? આ પ્રશ્ન પાછળનું કારણ એ હતું કે અગાઉ મોહન ભાગવતે એક ભાષણ દરમિયાન આ મુદ્દા પર સંકેત આપ્યો હોવાનું ચર્ચામાં આવ્યું હતું. જોકે આ સવાલનો જવાબ આપતાં તેમણે સ્પષ્ટતા કરી કે, “મેં ક્યારેય એવું નથી કહ્યું કે 75 વર્ષની ઉંમરે હું નિવૃત્ત થઈ જઈશ અથવા કોઈ અન્ય વ્યક્તિએ રિટાયર થઈ જવું જોઈએ.”
#WATCH | Delhi | On the question of 'Should Indian leaders retire at the age of 75 years', RSS chief Mohan Bhagwat says, "…I never said I will retire or someone should retire. In Sangh, we are given a job, whether we want it or not. If I am 80 years old, and Sangh says go and… pic.twitter.com/p8wq03IKYj
— ANI (@ANI) August 28, 2025
ડૉ. ભાગવતે આગળ સમજાવ્યું કે RSSની વ્યવસ્થામાં નિવૃત્તિનો કોઈ અલગ નિયમ નથી. તેમણે કહ્યું, “સંગઠન અમને જે કામ સોંપે છે, તે કરવું જ પડે છે. જો મને શાખા સંચાલનની જવાબદારી સોંપવામાં આવે, તો ભલે હું 80 વર્ષનો હોઉં, પણ તે કામ કરવું પડે છે. આ વ્યક્તિગત ઇચ્છા કે ઉંમરનો મુદ્દો નથી, પરંતુ સંગઠન દ્વારા અપાયેલું દાયિત્વ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે સંઘમાં કોઈ વ્યક્તિ ક્યારે સુધી સક્રિય રહેશે કે ક્યારે તેને અન્ય જવાબદારી આપવામાં આવશે, તેનો નિર્ણય સંગઠન કરે છે, વ્યક્તિગત સ્તરે નિવૃત્તિ લેવાની વાત નથી.
તેમના આ નિવેદનથી તેમણે સ્પષ્ટ કરી દીધું કે RSSમાં કાર્ય ઉંમર સાથે બંધાયેલું નથી, પરંતુ સમર્પણ, જવાબદારી અને સંગઠનની જરૂરિયાત મુજબ કાર્યકર્તાઓને કામ સોંપવામાં આવે છે. એટલે કે, RSSમાં “નિવૃત્તિ”નો અર્થ પરંપરાગત અર્થમાં નથી, પરંતુ જ્યાં સુધી સંગઠન જરૂરી માને ત્યાં સુધી કાર્યકર્તા પોતાની ભૂમિકા નિભાવે છે. આ નિવેદનથી મોહન ભાગવતે એક તરફ પોતાના અગાઉના નિવેદન પર ચાલતી અટકળોનો અંત લાવ્યો, તો બીજી તરફ RSSની આંતરિક કાર્યપદ્ધતિ અને તેની અનોખી પરંપરા વિશે સ્પષ્ટતા કરી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel