તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત કટાક્ષભર્યો અને ઉશ્કેરણીજનક શબ્દપ્રયોગ કર્યો. મહુઆએ કહ્યું કે જો સરહદો પર લાખો-કરોડો લોકો ગેરકાયદે પ્રવેશી રહ્યા છે, જો તેઓ ભારતીય જમીન કબજે કરી રહ્યા છે અને ભારતીય સ્ત્રીઓ પર આંચકો પાડી રહ્યા છે, તો સૌ પ્રથમ જવાબદારી ગૃહ મંત્રાલયની બને છે. તેમણે વિવાદાસ્પદ શબ્દોમાં કહ્યું કે “જો આ હકીકત છે તો સૌ પ્રથમ અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ.” તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે વિરોધ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
टीएमसी सांसद महुआ मोइत्रा ने केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ एक बेहद विवादास्पद और आपत्तिजनक बयान दिया है।
उन्होंने कहा, "अमित शाह का सिर काटकर टेबल पर रख देना चाहिए।"
इस बयान ने राजनीतिक हलकों में तीखी प्रतिक्रियाओं को जन्म दिया है।
बीजेपी ने इसे शर्मनाक और हिंसा… pic.twitter.com/2ROb99qG2C
— One India News (@oneindianewscom) August 29, 2025
મોઇત્રાએ આગળ દલીલ કરી કે દેશના વડાપ્રધાન પોતે સ્વીકારી રહ્યા છે કે બહારથી લોકો આવીને દેશમાં પ્રવેશ કરી રહ્યા છે, પરંતુ ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા નથી. તેમણે ગૃહ મંત્રાલયની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જો દેશની સરહદોનું યોગ્ય રીતે રક્ષણ ન થાય, તો તેનો સીધો અર્થ એ છે કે સરહદ સુરક્ષા અને આંતરિક સુરક્ષા પ્રણાલી અસરકારક રીતે કામ નથી કરી રહી.
આ સાથે જ મહુઆ મોઇત્રાએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળની સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરી કોઈ મોટો મુદ્દો નથી, અને રાજ્યમાં ઘૂસણખોરો દેખાતા નથી. તેમણે ઉલટું BSFને જ નિશાન બનાવીને કહ્યું કે “BSF અહીં છે, પરંતુ તે શું કરી રહી છે? શું અમને BSFથી ડરવું જોઈએ?”
યાદ રહે કે પશ્ચિમ બંગાળની સરહદ બાંગ્લાદેશ સાથે સીધી જોડાયેલી છે અને વર્ષોથી અનેક અહેવાલોમાં આવી હકીકતો સામે આવી છે કે મોટા ભાગના ગેરકાયદેસર પ્રવેશના કેસો બંગાળ મારફતે જ ભારતની અંદર થાય છે. પરંતુ મહુઆ મોઇત્રાએ આ વાસ્તવિકતાઓ સ્વીકારવાની જગ્યાએ સીધા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને અમિત શાહ પર નિશાન સાધ્યું. તેમના આ તીવ્ર અને અતિશયોક્તિભર્યા નિવેદનને લઈને રાજકીય તાપમાન ચઢી ગયું છે અને વિપક્ષ સહિત સત્તાધારી પક્ષ તરફથી પણ તેમની ટીકા થઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel