રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી ઉજવણી પૂર્વે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકો અને પત્રકારોએ તેમને પૂછ્યું કે ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણયો, ખાસ કરીને નવા અધ્યક્ષની નિમણૂક, શું RSS નક્કી કરે છે? આ સવાલના જવાબમાં ડૉ. ભાગવતે સ્પષ્ટતા કરી કે સંઘ કોઈપણ રાજકીય પક્ષ કે સરકાર માટે નિર્ણય કરતું નથી, માત્ર જરૂર હોય ત્યારે માર્ગદર્શન કે સલાહ આપે છે. તેમણે રમૂજ સાથે કહ્યું કે, “જો બધું RSS જ નક્કી કરતું હોત તો આટલો સમય લાગ્યો જ ન હોત.” તેમના આ હળવા જવાબથી હૉલમાં હાસ્ય છવાઈ ગયું.
#WATCH | Delhi: RSS chief Mohan Bhagwat says, "Humare yahan mat bhed ho sakta hai par mann bhed nahi hai…Does RSS decide everything? This is completely wrong. This cannot happen at all. I have been running the Sangh for many years, and they are running the government.… pic.twitter.com/qClvA9HPFF
— ANI (@ANI) August 28, 2025
સરસંઘચાલકે આગળ સમજાવ્યું કે RSSનું કામ સામાજિક જીવનમાં મૂલ્યો સ્થાપિત કરવાનો અને સંસ્કાર આપવાનો છે, જ્યારે રાજકીય નિર્ણય લેવાની જવાબદારી પક્ષ અને સરકાર પર હોય છે. તેમણે કહ્યું, “લોકો ઘણીવાર માને છે કે સંઘ સરકાર અથવા પાર્ટીના દરેક નિર્ણય પાછળ હોય છે, પરંતુ આ સત્ય નથી. હું પચાસ વર્ષથી શાખા ચલાવું છું, કોઈ શાખા વિશે સલાહ માગે તો હું નિષ્ણાત છું. પરંતુ સરકાર ચલાવવી એ બીજુ ક્ષેત્ર છે, તેમાં નિષ્ણાત તેઓ છે. અમે માત્ર સલાહ આપી શકીએ, નક્કી કરવાનું કામ તેઓનું જ છે.”
આ અવસર પર ડૉ. ભાગવતે રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્ર વચ્ચેની રેખા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે RSS હંમેશા પાર્શ્વભૂમિમાં રહીને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્યો કરે છે, અને રાજકીય નિર્ણયોમાં તેની ભૂમિકા મર્યાદિત રહે છે. ભાજપ અધ્યક્ષની નિમણૂક સંબંધિત તેમના હળવા ટિપ્પણીએ એક તરફ ગંભીર સવાલનો જવાબ આપ્યો, તો બીજી તરફ સંગઠન અને પક્ષ વચ્ચેની કાર્યપદ્ધતિ અંગે પણ જનમાનસમાં સ્પષ્ટતા પહોંચાડી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel