નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલતી મુક્ત વેપાર કરાર (Free Trade Agreement – FTA) અંગેની ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, જો આ કરાર સફળતાપૂર્વક સાકાર થાય તો તે ભારતને 2030 સુધી 2 લાખ કરોડ અમેરિકી ડોલર (અંદાજે ₹172 લાખ કરોડ) ના નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ બનશે. નાણામંત્રીના મતે, આ કરારનો ફાયદો માત્ર ભારતને નહીં પરંતુ યુરોપ અને અમેરિકા જેવા વિકાસશીલ દેશોને પણ મળશે, કારણ કે તે દરેક માટે નવા વેપારના દરવાજા ખોલશે.
આ પહેલા પણ ભારતે UAE, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મોરિશિયસ, દક્ષિણ કોરિયા, જાપાન અને European Free Trade Association (EFTA) જેવા દેશો અને બ્લૉક્સ સાથે ફ્રી ટ્રેડ કરારો કરી લીધા છે. બ્રિટન સાથેના વાર્તાલાપ હવે અંતિમ તબક્કે પહોંચી ચૂક્યો છે. FTAના માધ્યમથી ભારત અન્ય દેશો સાથેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
નાણામંત્રીએ EXIM બેંક દ્વારા આયોજિત નિકાસ સંમેલનમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં મુક્ત વેપાર કરારોએ વૈશ્વિક વેપાર વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્ષ 2024-25માં ભારતમાં ગૂડ્સ અને સર્વિસિસની નિકાસ $825 અબજ ડોલર સુધી પહોંચી હતી, જે પિછલા વર્ષ કરતાં 6% વધુ છે. જ્યારે વિશ્વભરમાં માત્ર 4% નિકાસ વૃદ્ધિ નોંધાઈ છે, ત્યારે ભારતે 6.3% વૃદ્ધિ નોંધાવીને વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની મજબૂત સ્થિતિ દાખવી છે.
નાણા સચિવ એમ. નાગરાજુએ પણ આ સંમેલનમાં જણાવ્યું હતું કે જિયો-પોલિટિકલ તણાવ અને વૈશ્વિક અસ્થીરતા વચ્ચે ભારતે સ્થિર અને ઊર્જાવાન વિકાસ દર જાળવી રાખ્યો છે. ભારત આજે વિશ્વ માટે આશાનું કિરણ તરીકે ઉભર્યું છે. આર્થિક રેટિંગ એજન્સીઓએ પણ ભારતીય અર્થતંત્ર માટે 2025ના નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરમાં સુધારો કર્યો છે, જે ભારતના મજબૂત અર્થતંત્રની સાબિતી છે.
વિશેષરૂપે મેડિકલ, ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં નિકાસમાં સતત તેજી જોવા મળી રહી છે. નાણામંત્રીએ જણાવ્યું કે, નાણાંકીય સહાયતા, નીતિ આધાર અને જથ્થાબંધ મૂડી ઉપલબ્ધ કરાવવાથી ભારતના નિકાસકારોને વધુ સારો આધાર મળ્યો છે. તેમણે ઈનોવેશન, નવી ટેક્નોલોજી અપનાવવી અને નિકાસ માટે નવા બજાર શોધવાની પણ અપીલ કરી હતી.
ભારત જે રીતે વૈશ્વિક વેપારમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે અને વિવિધ દેશો સાથે FTA દ્વારા વેપારના દરવાજા ખોલી રહ્યું છે, તે નિકાસ વધારવા સાથે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel