Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

નક્સલીઓ હથિયાર છોડી સરેન્ડર કરે નહીં તો ખાત્મો બોલાવાશે : અમિત શાહ

નક્સલીઓ હથિયાર છોડી સરેન્ડર કરે નહીં તો ખાત્મો બોલાવાશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના કાર્યક્રમમાં નક્સલીઓને આકરો સંદેશ આપ્યો. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે નક્સલીઓને હથિયારો મૂકીને સરેન્ડર કરવું જોઈએ અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આગળ આવવું જોઈએ. શાહે ચેતવણી આપતાં કહ્યું કે જો તેઓ હથિયાર મૂકવા માટે તૈયાર નહીં હોય, તો સુરક્ષાદળો તેમને કચડી નાખશે.

તેમણે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકારના નેતૃત્વમાં નક્સલવાદને મુક્ત ભારત બનાવવાનું હેતુ છે અને છેલ્લા 10 વર્ષમાં નક્સલવાદના પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. આ ક્ષેત્રમાં વિકાસકાર્યોને વેગ આપીને અને નાગરિકોની જીવનશૈલીમાં સુધારા લાવીને સરકાર નક્સલવાદનો અંત લાવવા પ્રતિબદ્ધ છે.

અમિત શાહે બસ્તર ઓલિમ્પિક્સનો ઉલ્લેખ કરીને આ પ્રકારના કાર્યક્રમો સ્થાનિક યુવા પ્રતિભાઓ માટે વિકાસના નવા રસ્તા ખોલે છે એવું પણ કહ્યું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બસ્તરના હેડક્વાર્ટરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં સરકાર પુર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે છત્તીસગઢની પોલીસ આ હેતુ માટે કટિબદ્ધ છે અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ તથા વિકાસ લાવવા માટે સતત પ્રયાસશીલ છે.

નક્સલીઓ માટે ચેતવણી અને વિકલ્પ:
અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો નક્સલીઓ હથિયાર મૂકી સરેન્ડર કરશે, તો સરકાર તેમને મુખ્ય પ્રવાહમાં જોડાવા અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે તક આપશે. વિસ્થાપન માટે છત્તીસગઢ સરકારની નીતિને દેશની શ્રેષ્ઠ નીતિ ગણાવતા શાહે કહ્યું કે આ નીતિ નક્સલ પ્રભાવિત વિસ્તારના લોકોના જીવનને સુધારવામાં મદદરૂપ બની રહી છે.

ભૂતકાળની તુલના:
શાહે કોંગ્રેસ સરકારના સમયગાળાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે વખતે નક્સલવાદ સામેની કાર્યવાહી નબળી હતી, જેના પરિણામે નક્સલીઓ વધુ મજબૂત બન્યા. જોકે, ભાજપ સરકારે સત્તા સંભાળ્યા બાદ નક્સલવાદ સામે કાર્યવાહી વધુ આક્રમક અને પરિણામલક્ષી બની છે.

આંકડા:

  • છેલ્લા એક વર્ષમાં ૨૮૭ નક્સલીઓ ઠાર કરાયા છે.
  • ૯૯૨ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે.
  • ૮૩૬ નક્સલીઓએ સરેન્ડર કર્યું છે.

શાહે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સરકાર દ્વારા શરૂ કરાયેલા વિકાસ કાર્યો પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આ વિસ્તારોમાં માર્ગ, બિઝલી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ વધારીને લોકોને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

તેના કાર્યક્રમ અને દાવાને કારણે નક્સલવાદ સામેના લડતમાં કેન્દ્ર અને રાજય સરકારના સંકલન અને વ્યૂહાત્મક પ્રયાસો વધુ મજબૂત બનવાના સંકેત છે.

અમિત શાહે કહ્યું હતું કે જો બસ્તર નક્સલવાદથી મૂક્ત થઇ જશે તો અહીંયા કાશ્મીર કરતા પણ વધુ પર્યટકો આવશે કેમ કે બસ્તર કુરતી રીતે જ સુંદર છે. હાલમાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે બસ્તર બદલાઇ રહ્યું છે પરંતુ હું લોકોને ખાતરી આપવા માગુ છું કે જ્યારે માર્ચ ૨૦૨૬માં હું બસ્તર આવીશ ત્યારે આ વિસ્તાર બદલાઇ ચુક્યો હશે. જે દિવસે છત્તીસગઢ નક્સલવાદથી મૂક્ત થશે ત્યારે સંપૂર્ણ દેશ આ દુષણથી મૂક્ત થશે.

અમિત શાહે રાયપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રેસિડેન્ટ પોલીસ કલર એવોર્ડ સમારોહને પણ સંબોધ્યું હતું, જે દરમિયાન તેમણે છત્તીસગઢ પોલીસના વખાણ કર્યા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.