Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત 3 Nation એવોર્ડ એનાયત

કેડીસીસી બેંકને Ingenious Leadership  Summit and ICONIC Leader Award 2024  અંતર્ગત 3 Nation એવોર્ડ એનાયત

કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત Best Chairman of the Year” , Best Bank of The year” તથા Best Bank of the year – Degital Banking એમ કુલ ૦૩ Nation એવોર્ડ એનાયત કરાયો છે.

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલના માર્ગદર્શન હેઠળ બેંકમાં શરૂ કરેલ Whatsapp Banking, Teblet Banking, loan Managment System (LMS), Document Managment System (DMS) જેવી વિવિધ ડિજિટલ સુવિધાઓ તથા ગ્રાહકોને વિશિષ્ઠ બેન્કિગ સેવાઓ પ્રદાન કરવા માટે Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 ગોવા ખાતે Digital Banking Innovation Awards – Best Bank of The year” તથા બેંકના ચેરમેન તરીકે સર્વશ્રેષ્ઠ નેતૃત્વ તથા ઉમદા કામગીરી બદલ બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલને પણ Visionary Leaders Award – Best Chairman of the Year” તથા Best Bank of the year – Degital Banking એવોર્ડ ગોવાના NAFSCOB ના ચેરમેન દિલીપ સંઘાણીન તથા સંકલ્પ આમોલકર , MLA ગોવાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કેડીસીસી બેંક એ ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક છે જે ખેડા ,આણંદ તથા મહીસાગરના બાલાસિનોર તથા વીરપુર તાલુકામાં અન્ય બેંકની સરખામણીએ પોતાનો અમૂલ્ય સેવાઓ દ્વારા વચસ્વ ધરાવે છે.બેંકની ડિજિટલ સેવાઓમાં પણ Whatsapp Banking,Teblet Banking, loan Managment System (LMS), Document Managment System (DMS) શરૂ કરનારી ગુજરાત રાજ્યની સર્વ પ્રથમ જિલ્લા સહકારી બેંક છે અને આ બધી જ સુવિધાઓ બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી.પટેલ દ્વારા બેન્કનો કાર્યભાર સંભાળ્યા બાદના એક જ વર્ષમાં ટૂંકા ગાળામાં તેઓના નેતૃત્વમાં આરંભ કરવામાં આવી છે જેનાથી બેંકના કાર્યક્ષેત્રના ૧૨૦૦ ગામમાં વસતા ગ્રાહકોને બહોળો લાભ થયો છે માટે બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી.પટેલને પણ Visionary Leaders Award – Best Chairman of the Year” ના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.જે બેંકની પ્રગતિ તથા વિકાસ દર્શાવે છે.

આ એવોર્ડ બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ બી. પરમાર તથા ઉપસ્થિત બેંકના તમામ સંચાલક મંડળના સભ્યો દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા સંચાલક મંડળ તથા બેંકના CEO અરવિંદભાઈ ઠક્કર દ્વારા બેંકમાં થયેલ તથા થય રહેલ વિશિષ્ટ કામગીરી તથા સેવા બદલ બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાથો સાથ બેંકને મળેલ આ બન્ને એવોર્ડનો શ્રેય બેંકના કર્મચારીઓને આપ્યો હતો. બેંકમાં ચેરમેન તેજસ પટેલ દ્વારા બેંકના સમસ્ત સંચાલક મંડળનો પણ ખૂબ જ ઉમદા સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.