છેલ્લા ધણા સમય થી ગુજરાત ની વિવિધ મેડીકલ, પ્રોફેશનલ અને પ્રાઈવેટ મહાવિદ્યાલયો માથી રેગિંગ ની ફરીયાદો ઉઠી છે. હાલના સમય મા આ ઉભરતા રેગિંગ કલ્ચર ને જડમુળ માથી રોકવા માટે જરૂરી પગલા ખૂબ જ આવશ્યક જણાય આવે છે. હાલ ના સમય મા જો કોઈ વિધાર્થી ને રેગિંગ વિરુદ્ધ અવાજ ઉપાડવો હોય કે ફરિયાદ કરવી હોય , તો તેના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. UGC, AICT અને MCI ના રેગિંગ રોકવામાટે ના નિયમો અને ગાઈડલાઈન નુ કડક અનુસરણ અને પાલન કરાવવું એ રાજ્ય પ્રશાસન ની જવાબદારી બની રહે છે. વિધાર્થીઓ ને રેગિંગ મુદ્દે અવાજ ઉપાડવામા પણ કોઈ સ્ત્રોત તેના પોતાના પરીસર મા મળી રહેતો નથી. ત્યારે આવી ઘટનાઓ વિષે રજૂઆત વિદ્યાર્થી ક્યાં કરે તે પણ એક મોટો પ્રશ્ન છે.
વર્ષ ૨૦૧૮ મા પણ વિધાર્થી પરિષદ દ્વારા સરકાર સમક્ષ એન્ટી રેગિંગ એક્ટ મુદ્દે માંગ મુકવામાં આવી હતી. જે રીતે ઉત્તર પ્રદેશ મા એન્ટી રેગિંગ એક્ટ, તેલંગાણા મા કાયદા, તમિલનાડુ મા પ્રોહિબિશન ઓફ રેગિંગ વગેરે જેવા રાજ્યો ની જેમ ગુજરાત મા પણ રેગિંગ ને અટકાવવા માટે સરકાર દ્વારા કડક પગલાં લે તે માટે ના પ્રયત્નો વિધાર્થી પરિષદ સતત કરતું રહ્યું છે. હાલ મા માનનીય હાઇકોર્ટે દ્ધારા સરકાર શ્રી ને પણ આ મુદ્દાને ધ્યાનમાં લઈને વિધાર્થી હિત મા કડક કાયદા નુ નિર્માણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સક્ષમ અધિકારી ઓ ને પણ તેનુ ચુસ્ત પાલન કરાવવા માટે સોગંદનામુ કરવાની પણ ફરજ પુરી પાડે તેવી સુઓમોટો ની અરજી મા માનનીય હાઇકોર્ટે દ્ધારા આદેશ કરવામાં આવ્યો છે. જેને અખિલ ભારતીય વિદ્યાર્થી વિધાર્થી પરિષદ આવકારે છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભાઈ ભટ્ટ જણાવે છે કે, “સમગ્ર ગુજરાત ના મેડિકલ અને પ્રોફેશનલ કોલેજો અને યુનિવર્સિટીઓમા વધતા જતા રેગિંગ ને અટકાવવા માટે સરકારે સંવેદના દાખવી તાત્કાલિક ધોરણે એન્ટી રેગિંગ એક્ટ ને અમલમા મુકવાની ગતિવિધિઓ હાથ ધરે તેવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે. એ ઉપરાંત સમગ્ર શૈક્ષિત જગતે પણ એકજુટ થઇ એક ભયમુક્ત અને રેગિંગ મુક્ત પરિસર માટેના કાર્યને પ્રાથમિકતા આપવી પડશે સાથે સાથે વિધાર્થી પરિષદ પણ રેગિંગની સમસ્યાને ગંભીરતાથી લઈને આવી ઘટનાઓ મા. ઘટાડો આવે તેના માટે પ્રયાસરત રહેશે.”