પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહેરિક એ ઈન્સાફના કાર્યકરોએ આ હિંસા કરી હોવાથી ઈમરાન ખાનને જેલમાં પણ જવુ પડ્યુ હતુ. હવે ફરી એક વખત ઈમરાન ખાનને જેલની હવા ખાવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.
પાકિસ્તાનની એક કોર્ટે હિંસાના મામલામાં ઈમરાન ખાન સામે બિન જામીનપાત્ર વોરંટ કાઢ્યુ છે.
લાહોર પોલીસે ઈમરાન ખાન તેમજ બીજા નેતાઓ સામે પાકિસ્તાનની મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના કાર્યાલય તેમજ એક કન્ટેનરને આગ લગાવવા સહિતના મામલામાં પોલીસ ફરિયાદ નોંધી હતી. હવે લાહોર કોર્ટે આ મામલામાં ઈમરાન ખાન અને બીજા બે નેતાઓ સામે બિન જામીનપાત્ર વોરંટ કાઢ્યુ છે. જેના કારણે ઈમરાન ખાનની ધરપકડ થવાની શક્યતા છે.
જોકે પાકિસ્તાનની પંજાબ પ્રાંત સરકારનુ કહેવુ છે કે, ધરપકડ માટે ઉપરથી અમને હજી કોઈ આદેશ મળ્યો નથી.
દરમિયાન ઈમરાન ખાને આરોપ મુકયો છે કે, મારી પાર્ટીના 16 કાર્યકરોની સુરક્ષાબળોએ ગોળી મારીને હત્યા કરી છે. સરકારી મિલકતો પર જો હુમલો કરવાનો આરોપ હોય તો તેની તપાસ કેમ હજી સુધી કરવામાં આવી નથી..