પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી (સામાન્ય ચૂંટણી) અને પ્રાદેશિક ચૂંટણી 2024ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતદાન ચાલી રહ્યું છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની કુલ 336 સીટોમાંથી 265 સીટો માટે સીધી ચૂંટણી યોજાઈ છે. ગઈકાલે 8મી ફેબ્રુઆરીના રોજ મતદાન થઈ ગયું હતું અને હાલ મતગણતરી ચાલી રહી છે.
Independents backed by Imran's party leading in 154 seats, claims Pak netizen
Read @ANI Story | https://t.co/G7EE3iQKir#Pakistan #PakElections #ImranKhanPTI pic.twitter.com/7rRxampZMJ
— ANI Digital (@ani_digital) February 8, 2024
શરૂઆતના વલણોમાં ઈમરાન ખાનની પીટીઆઈ આગળ હોવાનો નેટિઝન્સનો દાવો
ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) આગળ હોવાનો નેટીજન્સ દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે. પાર્ટી 154 સીટો પર આગળ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ફરી એકવાર ઈમરાન ખાનની સરકાર બનવાની અટકળો થવા લાગી છે. જેનાથી એવું કહેવાય છે કે પહેલીવાર કોઈ ‘કેદી’ દેશનો વડાપ્રધાન બનશે.
ત્રણ પક્ષો વચ્ચે છે ટક્કર
પાકિસ્તાનમાં આ વખતે ત્રણ પક્ષો વચ્ચે મજબૂત હરિફાઈ જોવા મળી રહી છે જેમાં નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સામેલ છે.