તાલિબાને હવે નવો આદેશ આપ્યો છે અને તે પ્રમાણે હવે મહિલાઓ બુરખો પહેર્યા વગર ટેક્સીમાં નહીં બેસી શકે. હેરાત શહેરના એક ટેક્સી ડ્રાઈવરનુ કહેવુ છે કે, મેં બુરખો ના પહેર્યો હોય તેવી મહિલાઓને બેસાડવાનુ બંધ કરી દીધુ છે. કારણકે જો મહિલાએ બુરખો ના પહેર્યો હોય તો તાલિબાનીઓ ટેક્સી ડ્રાઈવરને મારે છે અને તેની ટેકસી પણ જપ્ત કરી લે છે.
મહિલાઓ માટે તાલિબાનના શાસનમાં છુટથી હરવા ફરવાનુ મુશ્કેલ બની ગયુ છે. આ પહેલા તાલિબાની સરકારે બ્યૂટી પાર્લર પર પ્રતિબંધ મુક્યો હતો. જેનો વિરોધ કરવા માટે મહિલાઓ રસ્તા પર પણ ઉતરી હતી.
આ પહેલા મહિલાઓને પાર્ક જેવા જાહેર સ્થળોએ એકલા જવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. મહિલાઓના શિક્ષણ પર જાત જાતના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.