ગૌરક્ષકો અને ગૌ સેવકોની એક જ માંગ છે આ ગૌમાતા ની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને ગત રોજ પકડાયેલા ને આરોપીઓને ગુજસીટોક ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા માંગ
સુરત જિલ્લાના મહુવા પોલિસે અને ગૌ રક્ષકો ની ટીમે ગૌ માંસ સાથે બે આરોપીઓ ઝડપી પાડ્યાજેમાં ઇમરાન હુસેન સૈયદ અને નીલોફર ઇમરાન હુસેન સૈયદની પોલીસે ધરપકડ કરી છે તેમજ ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા જેમાં હુસેન કાળીયો ઊન સુરત અને નઈમ ચીકના ભાઠેના અને નઈમ ચીકના ભાઠેના ભેસ્તાન પોલીસ મથકે વોન્ટેડ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સુરત જિલ્લા માં અનેક વખત ગૌ માસ નો જથ્થો પકડાઈ ચુક્યો છે ત્યારે ફરી વખત સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ના વિસ્તાર માંથી ગૌ માંસ પકડાયું, ગઇકાલે પકડાયેલા ગૌ માંસમાં 2 મિયા બીબી સામે ફરિયાદઆ પકડાયેલ આરોપી વિરુદ્ધ આશરે 25 જેટલા ગૌ હત્યા અને ગૌ માસ દારૂ ના ગુના પોલીસ ના ચોપડે નોંધાયેલ છે.
ગઈકાલે પકડાયેલું માસ ટેસ્ટિંગમાં ગૌ માસ હોવાનું બહાર આવ્યું 22 મી સપ્ટેમ્બર એ આશરે 100 કિલો ગૌમાંસ ઝડપાયું
સુરત જિલ્લા તેમજ શહેરની આજુબાજુ આવેલા કેટલાક ગામડાઓમાં મોટી સંખ્યામાં નિયમિત રીતે ગૌ માસ ઘરે ઘરે પહોંચાડાતું હોવાને લઈને અનેક બનાવો સામે આવ્યા છે. જેને પગલે ગઈકાલે પણ શંકાસ્પદ પકડાયેલા માસનું ટેસ્ટિંગ માટે મોકલાયું હતું. જેથી ગૌ માસ હોવાનો ખુલાસો થયો હતો જેને લઇને પોલીસે ફરિયાદ દાખલ કરી અને બે આરોપી ને ઝડપી પડ્યા હતા આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા તેમજ વધુ તપાસ મહુવા પોલીસ કરી રહી છે અને ગૌરક્ષકો અને ગૌ સેવકોની એક જ માંગ છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થાય અને ગુજસીટેક ની જોગવાઈ મુજબ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી
ગત 22 મી સપ્ટેમ્બરના રોજ કસાઈઓ ગૌ માસ નો જથ્થો પહોંચાડવા માટે જઇ રહેલા ત્યારે ગૌરક્ષકોને બાતમી મળતા આશરે 100 કિલો જેટલું ગૌમાંસ ઝડપાયું હતું. જેમાં પોલીસે ઓટો રીક્ષા અને ફોર વહીલ કાર પકડી પાડી.
ગૌરક્ષક સાજણભાઈ ભરવાડ, ગભરૂભાઈ ભરવાડ,સતિષભાઈ સોની,જય પટેલ નાગરાજ,જગદીશ ભરવાડ સંજય રાદડીયા ના જણાવ્યા મુજબ, ભારત સરકાર અને ગુજરાત સરકારે ગૌ હત્યા ઉપર કાયદો તો બનાવ્યો પણ તે માત્રને માત્ર કાગળ પર રહેવા પામ્યો છે. આજ સુધી પોલીસે ગૌ માસ લઈ જતા લોકોને પકડયા હોય તેવા બનાવો સામે આવ્યા નથી માત્ર ગૌ રક્ષકો જ આ કામગીરી કરીને પોલીસને હવાલે કરે છે. ત્યારે તંત્ર સાચા અર્થમાં કાયદા અને સફળ બનાવવા માટે જમીની હકીકતમાં કામ કરવું જોઈએ તેવી માંગ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવી છે.
આ કેસની વધુ તપાસ મહુવા પોલીસની ટીમ કરી રહી છે.
સૂત્રો દ્વારા વધુ માહિતી મળી રહી છે કે આ મહુવા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કસાઈઓની મિલકત પણ સરકારી જગ્યાઓમાં બનેલી છે જેથી 25 સપ્ટેમ્બર ના રોજ 4 વાગ્યે ગૌરક્ષકો અને ગૌ સેવકો ની ટીમ બારડોલી પ્રાંત ઓફિસ કચેરી ખાતે કડક માં કડક સજા થાય તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવા જવાના છે.
રિપોર્ટર-ગભરુ ભરવાડ (સુરત)