ખેડા જિલ્લામાં ચાંદીપુરમના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા ગતરોજ અને અગાઉ મળી આવેલો એક પૈકી અગાઉનો રીપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લામાં ફીવર સર્વે તથા આઇઇસી કામગીરી બુલેટ ગતિએ તેજ કરી છે.જીલ્લા આરોગ્ય અઘિકારી ડો.વી.એ.ઘ્રુવેના માર્ગદર્શન હેઠળ સમ્રગ ખેડા જીલ્લામાં આવેલ તાલુકા એસબીસીસી ટીમના સુપરવીઝન હેઠળ અને પ્રાઆકે.એસબીસીસી ટીમના આયોજન અન્વયે શંકાસ્પદ ચાંદીપૂરમના કેસો જોવા મળતા ફીલ્ડ કામગીરી સાથે આઇઇસી કામગીરી તેજ કરવામાં આવી છે.
ખાસ કપડવંજ પંથકમાં બે મળી આવેલા શંકાસ્પદ કેસના પગલે આ તાલુકામાં ખાસ વોચ રાખી આરોગ્ય વિભાગ વિવિધ કામગીરી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સેન્ડફલાઇ એક એવી માખી છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફલાઇ તેની ઉત્પતિ માટે ઇંડા મૂકે છે. તેમાથી મચ્છરની જેમ ઇયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાઇ નરી આંખે જોઇ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરી ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છીદ્રોમાં તે રહે છે. આનથી બચવા શાળાના બાળકોને માહીતગાર કરવામાં આવી રહ્યા છે.
વધુમાં માઇકપ્રચાર,જૂથ ચર્ચા વગેરે કરીને પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ચાંદીપૂરા તાવના લક્ષણો બાળકને સખત તાવ આવવો,ઝાડા-ઉલ્ટી થવી,ખેંચ આવવી, અર્ધબેભાન કે બેભાન થવુ.આ વાયરસ અંગે તકેદારી રાખવાની બાબતો એન્સેફીલાઇટીસ નામનો તાવ બાળકોને પ્રાંરભિક તબકકામાં તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઇએ. જરુરી રિપોર્ટ કરાવવા જોઇએ. આ વાયરસનો ફેલાવો મચ્છર તેમજ સેન્ડફલાઇ એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે. જે માટે માખીનો નાશ કરવો જરુરી છે. ઘરની અંદરના ભાગે શકય હોય ત્યાં સુધી હવાઉજાસ (સૂર્યપ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 0થી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સૂવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં.
ચાદીપુરમ રોગનો ઇતિહાસ
વર્ષ 1966માં ચાંદીપૂરા વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટના નાગપૂર નજીકના ચાંદીપૂરા વિસ્તારમાં દેખાયો હતો. જેથી કરી તેનું નામ ચાંદીપૂરા રાખવામાં આવ્યું છે. મુખયત્વે આ કેસો આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ચાંદીપૂરા વાયરસ આર.એન.એ. વાયરસ છે. જે મોટેભાગે માદા ફલેબોટોમાઇન ફલાય ધ્વારા ફેલાતો હોય છે. આ વાયરસનો ભોગ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો બને છે. તેનો મૃત્યુદર સૌથી વધુ છે.