જેમ વાતાવરણ બદલાય તેમ તેની અસર આપણા શરીર પર પણ પડે છે. ચોમાસામાં અનેક લોકોની માથાના વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ ઋતુમાં ડેન્ડ્રફ પણ વધે છે. ડેન્ડ્રફના કારણે ખંજવાળ આવવી કે વાળ ખરવા જેવી મુશ્કેલી થવા લાગે છે. આ માટે લોકો માર્કેટમાં મળતા અનેક મોંઘા પ્રોડક્ટ ખરીદે છે પણ તેનાથી પણ સમસ્યા દૂર નથી થતી. પરંતુ તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છો.
ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા મેથીના દાણા કારગર સાબીત થઈ શકે છે. તમારે મેથીના દાણાને આખી રાત પલાળીને રાખવા. સવારે તે દાણાને વાટીને તેની પેસ્ટ બનાવવી. તે પેસ્ટને 25-30 મિનિટ સુધી વાળમાં લગાવીને રાખો. ત્યાર બાદ માઇલ્ડ શેમ્પૂથી ધોઈ નાખો. અઠવાડિયામાં બે વખત આમ કરી શકો છો.
દહીને તમે ડાયરેક્ટ પણ માથામાં લગાવી શકો છો. તેને એક કલાક માથામાં રાખીને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ નાખવું. આ સિવાય તમે દહીંમાં ઈંડુ, નારિયળનું તેલ કે કેળા એડ કરીને હેર માસ્ક પણ તૈયાર કરી શકો છો.
માથાના ડેન્ડ્રફને દૂર કરવા લીંબડાના પત્તા ઉપયોગી સાબીત થાય છે. આ માટે મુઠ્ઠીભર પત્તા ધોઈને બે કપ પાણીમાં તેને ગરમ કરો. પછી આ પાણીને વાળમાં સ્પ્રે કરો.
એપલ સાઇડર વિનેગર માથાના વાળની હેલ્થ માટે પણ ફાયદાકારક છે. વાળ ધોયાના 25-30 મિનિટ પહેલા તેને વાળમાં લગાવવું. પછી તેને ધોઈ નાખવું. તેને અઠવાડિયામાં એક વાર યુઝ કરી શકો છો.
આ ઓઇલમાં એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી એન્ફેમેટરી ગુણ હોય છે. તેનાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે. શેમ્પૂ કે નારિયેળ તેલમાં તેના ટીપાં એડ કરીને વાળ પર લગાવી શકો છો