લુંસિકુઈ વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી સ્મારકનો શણગાર કરી પુષ્પવંદના કરવામાં આવી હતી. આ સાથે જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા દરેક સમાજના લોકોએ પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેલી નીકળી લુંસિકુઈ સ્થિત પ્રતિમા પાસે એકત્ર થઇ રેલીને પૂર્ણવિરામ આપશે. ગરમીને લઈને લોકો માટે પાણી અને છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ટ્રાફિકને અનુલક્ષીને પોલીસ પણ ખડેપગે ફરજ નિભાવી રહી છે.
લુંસિકુઈ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોને લઈને આજે સવાર સાંજ ખાણીપીણીની લારીઓ પણ બંધ રાખવામાં આવી છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.